Navalkatha - Read Stories, Poems And News

અલપઝલપ જીંદગી

તુમને મુજે દેખા…થી તેરી યાદ આ રહીહૈ ..સુધીની સફર…

ખુલ્લા મેદાન ની સામે સુસવાટા નાખતા ઠંડા પવન મા ચોથા માળે બાલ્કની માં જનક ઉભોહતો. હાથમાં ખાલી ચ્હાની પ્યાલી હતી. એ જાણતો હતો કે એ ખાલી છે પણ છતાં એને નીચે મુકવા ની ઇચ્છા ન હતી. ઘરમા એકદમ નિરવ શાંતિ હતી . કોઈ જ અવાજ નથી. કોઇ બોલોચાલો નહી. અચાનક જ દરવાજા નુ લોક ખુલવા નો ખટાક્ અવાજ આવ્યો. છતા પણ જનક ત્યાંજ ઉભો હતો . અપર્ણા અંદર આવી એના હાથ માં ભરેલા શાકના થેલા હતાં. એણે હાંફતા હાંફતા એ ડાઇનીંગ ટેબલ પર મુક્યા અને સીધી જ બાલ્કની મા આવી. જનક નુ જાણે ધ્યાન જ નથી એમજ એ હજુ પણ ઉંધો ફરી ને પવન ની ઉલટી દિશા મા ઉભો હતો. અપર્ણા થોડીવાર એમજ એને જોતાં ઉભી રહીં.
“ અરે…! અહીયાં જ ઉભાં છો.. ?.. મને નીચેથી આટલો વજન લઇ ને આવતાં જોઇ છતાં દરવાજો ખોલવા પણ ન આવ્યાં ? તમને કયારે ખબર પડશે. ? “
અપર્ણા બોલતાં બોલતાં જનક ની બાજુમાં આવીને ઉભીરહી. એણે જનક ના ખભા પર જરા ટપલી મારી. જનક જાણે અચાનક જાગ્યો હોય એમ ઝબક્યો એણે જરા અમથી સ્માઇલ આપી . અને જરા મજાક ના મુડ મા હોય એમ બોલ્યો.
“ લે વળી એમાં ખબર શું પાડવા ની ? “
એણે અપર્ણા ને ખભા ફરતે પોતાનો હાથ વિટાડયો અને થોડી નજીક ખેંચીને એના ગાલ પર જરા ચુટલી ખણી ..
“ તને ખબર છે હું તને ટ્રેનીંગ આપુ છું … એટલે તને કોઇ કામમાં મારી જરૂરત ન પડે . કોને ખબર હુ કયારે આ દુનિયામાં થી ચાલતી પકડું અને … તુ એકલી રહી જાય.. એટલેજ હુ તને કોઇ મદદ નથી કરતો . “
આટલુ બોલતાજ અપર્ણા એકદમ રોષે ભરાઇ અને પોતાનાં જમણાં હાથની કોણી જનક ના પેટમા મારી ..
“ ઓહ…તારી.. તુ..તો અત્યારે જ પહોંચાડી દઇશ મને. “
જનક કોણી વધારે ખુંચી હોય એમ નાટક કરતા બોલ્યો.
“ હમમ.. જરા પણ વહેમ ન રાખતાં .. તમારા પ્રેમ માં દેવદાસી થઇ ને ફરવા ને બદલે .હુ નવો મજનુ નો શોધી કાઢું.?..”
અપર્ણા જનકસામે ત્રાંસી આંખે જોઈ ને મોં મચકોળતાં બોલી.
“ ત્યારે ને ત્યારેજ ભૂત બનીને આવીશ અને તારા એ મજનુ નું ગળું દબાવી દઇશ…”
“ એમ?? એટલો બધો પ્રેમ કરોછો? તો પછી હંમેશાં મને છોડીને જવાની વાત કેમ કરોછો.??” અપર્ણા થોડી ભાવુક થઇ ગઈ. જનક એ એને થોડીવધુ કસીને પકડી .. એની પકડ માંથી છુટવા અપર્ણા એ પોતાના હાથેથી હળવો ધક્કો માર્યો.
“ છોડો હવે મને જવાદો આમપણ એકલા એકલા ચ્હા પણ પી લીધી .બે મિનીટ પણ રહી નો શક્યા.. મારાં કરતાં તો ચ્હા વધુ વ્હાલી છે તમને.. મારા બદલે ચ્હા એને જ રાખો તમારી સાથીદાર . . “
બોલતાં બોલતાં અપર્ણા સીધી રસોડા માં પહોંચી ગઇ અને પાછળ પાછળ જનક પણ .. અપર્ણા જયારે પણ રસોડામાં કામ કરતી જનક એની આજુબાજુ રહેતો. બંને ના આમ તો. એરેન્જ મેરેજ હતાં. પણ જોઇને લાગતુ નહીં. બંને વચ્ચે ઉમર નો દસ વર્ષ નો તફાવત હતો. જનક અલગારી માણસ હતો. એને સંસાર મા બહુ રસ નહતો.નાનપણથીજ એને બાવા સાધુઓ સાથે વધુ ફાવતું અના ગુસ્સો તો જાણે .. ઘરના સભ્યો એને દુર્વાસા કહેતાં. પણ ખુબ મહેનતું. રાજકોટ મા પોતાનું કારખાનું જેમાં ખુબ મહેનત અને પ્રમાણિક્તા થી નીતી થી કામ કરતો. એકવાર ભાભી ના ઘરે પ્રસંગ મા અપર્ણા ને જોઇ. પોતાના ભાભીના ગામની. અને વળી ઓળખાણ માં .. જોતાજ ગમી ગઇ. નાજુક નમણી. એકદમ નિર્દોષ આંખો અને મોહક સ્મિતે અંતે જનક ને સંસાર માંડવા મનાવી લીધો. અપર્ણા પોતાના થી દસ વર્ષ નાની છે જાણ થતાંજ એણે પહેલાં અપર્ણા ને વાંધો નથીને એ વાત ની ખાતરી કરી. પણ જનક દેખાવે થોડો આકર્ષક હતો અને ઉંમર મા અપર્ણા થી બહું મોટો દેખાતો ન હતો . અંતે બંનેની સંમતી થી લગ્ન નકકી થયાં. લગ્ન પછી અપર્ણા ના લીધે જનક મા ઘણાં ફેરફારો થયાં.ઉમર મા દસ વર્ષ નાની હોવા છતાં જનક કરતા વધુ મેચ્યોર અને ઠરેલ હતી. માત્ર એક ફેરફાર ને મુકતાં એણે જનક ને ઘણો બદલી નાખ્યો હતો. .જનક સમય નો ખુબ પાબંધ હતો. એ દિવસ ની એક એક સેકન્ડ નો પણ ઉપયોગ કરતો. એટલેજ અપર્ણા એને વર્કોહોલીક કહેતી. એક તફાવત ને બાદ કરતાં બંને એકબીજા ના પર્યાય બની ગયાં હતાં. જનક સંગીત નો ખુબ શોખીન હતો. સુગમ સાથે શાસ્ત્રીય પણ એને ખુબ વહાલું હતું. ભીમસેન જોશી, બડેગુલામ ખાન અલી સાહબ, ઓમકારનાથ ઠાકુર, પંડિત જસરાજ, અબ્દુલ કરીમ ખાન સહાબ , કુમાર ગાંધર્વ જેવા મહા દિગ્ગજો ને સાંભળવા નો લ્હાવો ક્યારેય મુકતો નહી. ડીનર પછી સાથે સંગીત સાંભળવા નો નિયમ
“ અપર્ણા તને ખબર છે જયારે પહેલીવાર જોઈ ને ત્યાર પછી આખો દિવસ પેલું ગીત મારા હોઠ પર રમતું રહ્યુ…તુમને મુજે દેખા હો..કર મહેરબાંન.. તને આમતો ખબર જ હશે કે હુ લગ્ન મા બહુ ઇન્ટરેસ્ટેડ ન હતો પણ તને જોતાં જ.. હથીયાર મૂકી દીધાં.. પણ તને તો ..હાય રામ મેં કયાં કરુ બુઢા મીલગયા ની ફિલીંગ આવતી હશે ને?? હે??.”
જનક ખડખડાટ હસતાં હસતાં બોલ્યો…અપર્ણા ચહેરા પર સાફ એ પ્રેમ ની લાલાશ અનુભવાતી હતી.
“ શુ ..તમે પણ હવે લગ્ન નાં આટલા વર્ષે ..અ..આ. બધી વાતો લઇને બેઠા છો.. “
“ કેમ ..લગ્ન ને હજું તો વર્ષજ કેટલાં થયાં છે અપર્ણા..?. આપણાં સંસારને માંડયા ને હજુ ફકત સત્યાવીસ વર્ષ થયા છે. અરે હજુ તો ઘણું બાકી છે . તારી સાથે જીવવાનું . અટલા વર્ષો તો કુટુંબ માં ..બાળકો માં અને આપણી જીંદગી ની વ્યવસ્થા માં જ કાઢ્યાં છે. જીવવાની ખરી શરુઆત તો હવે જ થવાની ..અને તું અત્યારે ઘરડાં થવાની વાત કરે કેમ પોસાય.?.”
“ વાહ.. એમ…આવી મોટી મોટી વાતો કરો છો.. તો અત્યારે સમય છે છતાં પણ તમે કયાં મને સમજો છો.. ? હવે મને પણ થાક લાગેછે. પણ જો તમેતો…”
“ લે ..વળી એ ને એ વાત .. મેં કહયુ ને….”
“ હા ખબર છે મને ટ્રેઇન કરોછો.. “
બંને ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠાં ..એ હંમેશા એકજ થાળી મા જમતાં જનક કયારેક ઉતાવળ માં એંઠા હાથે રોટલી લેતો એનો અપર્ણા ને ખુબ અણગમો છતા બંને ખટપટ કરતા ઝગડતા ને અંતે જમતાં તો સાથેજ. પૈસે ટકે ખુબ સુખી અને બંને માણસ સંતોષી પણ . સંતાન માં એક માત્ર દિકરી શ્રૃતિ.. નામ જનક ના પિતાએ પાડેલું. શ્રૃતિ ના આવ્યા પછી જનક સંપત્તિ થી ખુબ સુખી થયો. એને પણ બંને જણાંએ ભણાવી ગણાવી ને ખુબ હોંશિયાર બનાવી હતી. એના લગ્ન પણ કરી દીધાં હતાં એને ત્યાં પણ એક દિકરી હતી. છતાં પણ જનક અપર્ણા પાસે એક નાનાં બાળક જેવો જ હતો. નાની નાની બાબત માં ગુસ્સે થતો. કયારેક તો અબોલા પણ કરતો પણ અપર્ણા ખુબ સરળતાથી એને ટેકલ કરતી. સત્યાવીસ વર્ષના લગ્ન જીવન માં અપર્ણા જનક નાં જીવન ની મુખ્ય જરુરીયાત બની ચુકી હતી. છેલ્લા છ વર્ષથી તો બંને એકલાજ રહેતાં હતાં . એટલે એકાદુ પણ જો બહાર હોય તો બીજું એકલુ પડી જતું . જમીને બંને થોડીવાર સંગીત ની મોજ માણતા. પણ આજે કંઈ અલગ હતું .જનક અપર્ણા બંને બાલ્કની મા હતા .અને જનક કંઈ ગણગણી રહયો હતો. અપર્ણા એની સામે જોઈ ને મલકી રહી હતી.
“ કેમ આજે કંઈ અલગજ મુડ માં લાગો છો. ?.”
“ હા ..હુ વિચારતો હતો .. તને જોઇ ત્યારે તુમને મુજે દેખા ગીત વારંવાર ગાતો પણ જયારે હું તારી સાથે નહી હોઉં ત્યારે તુ શું ગાશે…?”
“ છોડો ને હવે ..તમેપણ શુ માંડ્યું છે ? એવા વખતે આવા ગીતડા થોડી યાદ આવે…એવખતે તો ફકત જનાર જ યાદ આવે .. “
“ અરે ..હા તું મારા ફોટા સામે જોઈ ને રોજ ગા જે . યાદ આ રહી હૈ તેરી યાદ .. અને હું તને જોઇ ને રાજી થઇશ..”
“ એટલે મને દુખી જોઈ ને તમે રાજી થશો.. ? જનક હવે આપણી ઉમર થઇ હવે તો મને સતાવવા નુ મુકો. “
“ લે ..વળી ..તુ તો ..હંમેશાં મારા મજાક ને સીરીયસલી લઇ લે છે. એતો ખાલી બે ધડી મજાક.. એમાં આ બધું સાચું થોડી થઇ જવાનું ??…”
એ અપર્ણા ની દુખી આંખો માં એકીટશે તાકી રહયો હતો. અપર્ણા ની આંખો આંસુ નુ પડું પડું થતુ ટીપુ લુછવા જનકે હાથ લંબાવ્યો.
એટલામાજ .. અંદર થી અવાજ આવ્યો..
“ પપ્પા..પપ્પા.. ઠંડી છે .. ખુબ પવન છે. હજુપણ બાલ્કની માજ ઊભા છો..? “
શ્રૃતી બોલતાં બોલતાં બાલ્કની તરફ આવી. જનક હાથમા ચ્હાની પ્યાલી લઇ ને બાલ્કની મા દરવાજા તરફ પીઠ કરી ને ઉભો હતો.. અને ..” યાદ આ રહી હૈ તેરી યાદ આ રહી હૈ…. ગીત ઝીણું ઝીણું ગણગણી રહ્યો હતો. એની આંખો ભીની હતી. હા .. અપર્ણા જનક ને અચાનક જ અનંત યાત્રા એ નીકળી ગઇ હતી. એને પણ છ મહીનાં વિતી ચુક્યા હતાં. જનક એ વાતો ને યાદ કરી રહયો હતો.. શ્રૃતી તરતજ અંદર થી શાલ લઇ ને આવી એણે જનક ને ઓઢાળી. એ જનક નો હાથ પકડીને એને અંદર ડાઇનિંગ ટેબલ પાસે લાવી ત્યા સામેજ સીટીંગ રુમના સોફા પાછળ ની વોલપર અપર્ણા નો ફોટો હતો. જનક ધીમે ધીમે ચાલીને ત્યા ફોટા પાસે જઇને એકીટશે ફોટા ને જોવા લાગ્યો ને વિચાતો રહ્યો કે એકલા રહેવાની આદત તો મારે પાડવા ની હતી. એકલતા હવે સહેવાતી નથી. કદાચ એ વખતે તું એકલતા નુ દુખ જાણતી હશે ને એટલેજ દરેક વખતે તુ મારી વાત પર ચઢાતી એ દુખી ..થતી હોઇશ.. જનક ત્યા ઉભો ઊભો. .. પોતાના બનાવેલાં નિયમ મુજબ ગીત ને ગણગણતો રહ્યો… … યાદદદ આ રહીઈઈ હૈ..તેરી.. યાદ..આ રહી હૈ.

.🌹………….અસ્તુ………..🌹

Subscribe for our new stories / Poem

બિંદીયા ઘોરેચા

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com