Navalkatha - Read Stories, Poems And News

આશિક થી આર્ટીસ્ટ

તારું મર્ડર થશે અને એ પણ આવી રીતે…!! ઓહહહ……રૂચિકા….કાકાકાકાકાકાકા….!!!!

જે મારા જેવા હતા એ લોકોમાં હું વખણાયેલો રહેતો. પરંતુ બીજા બધા જ લોકો મને અજીબ સટકેલો આદમી કહેતા. હાલ્ફ નશામાં રહેતો અને હાલ્ફ હોશમાં…..

લોકોની જ વાત મારા કાન પર અથડાતી, “ આ તો ગાંડો આશિક..!! પ્રેમિકાના પ્યારમાં પહેલાથી પાગલ તો હતો જ હવે આ રસ્તા પર શું નવું ઉખાડતો હશે કોને ખબર…?”

એક હદથી તો લોકોની વાત સાચી પણ હતી. મારી ગર્લફ્રેન્ડ હવે મારી પાસે ક્યાં હતી. ત્યારે પહેલી વાર મને અહેસાસ થયો કે માણસ જન્મ તો જ કેમ હશે જો મૃત્યુ જ થવાનું હોય તો….!! યસ…ખબર પડી હવે તમને? એણે મારા કરતા પણ કોઈ સારો આશિક મળી ગયો લાગે એટલે જ તો તે મને છોડી ને ચાલી ગઈ…..!!

હા આ બધી જ વાત લાગતી હશે પાગલની જેમ..!! ઉહ્હ…આશિક….!! હા આશિક  જો છું…આશિક…હા…હા..હા…હા..હા…રૂચિકાનો આશિક….!!

રૂચિકા….કાકાકાકાકા….સાંભળે છે ને તું….આશિક કહે છે…આશિક…લોકો મને….!!

તું સાંભળે છે ને…? મને હસવું પણ આવતું છે અને રડવું પણ…….હા હસી પણ લઉં છું અને રડી પણ…..

“લે ગઈ દિલ મેરા મન ચલી…ખલી વલી…ખલી વલી…ખલી વલી……” (ફર્શ પર પડેલો મોબાઈલનો રીંગટોન વાગી ઊઠયો.)

ઓહ વાહ !! મારા દિલની ઘંટી વાગી ઉઠી…..

ના રૂચિકા ના આજે તો હું કોઈનો પણ ફોન રિસીવ કરવાનો નથી. બિકોઝ આજે મારી ગર્લફ્રેન્ડનો સ્પેશ્યલ ડે….જો તો હું તારા માટે બર્થડે કેક લાવ્યો જ છું….

રૂચિકા તને યાદ તો છે ને આ “ખલી વલી” નો રીંગટોન કેમ રાખ્યો છે….!! ઓફ કોર્સ, યાદ તો હશે જ ને…..

કોલેજનો એ એન્યુઅલ ફંકશનમાં મારા ફ્રેન્ડો સાથે સ્ટેજ પર આ ખલી વલી કવાલી પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી હતી. ત્યારે ફંકશન પૂરું થતાં તું સામેથી મને સીટી વગાડીને હાંક મારી હતી.

“એ ખલી વલી….” અને હું પાછળ જોયું. તું તારી ફ્રેન્ડોની ટોળકી સાથે ઊભી હતી.

હજુ તો હું પાછળ જોઉં એટલામાં જ તું તો મારી તરફ દોડીને મને સીધું જ હગ કરી લીધું. અને એના પછી મારા જમણે ગાલે કિસ…!! જેમ તેમ પહેલા મેં પોતાને પડતા બચાવ્યો અને તેની સાથે જ તને હગ કરતા સંભાળી લીધી.

“માય ગુડનેસ..!! આવી રીતે તો કોઈ છોકરી સામેથી દોડીને હગ કરતી હશે..!! ના જાન ના પહેચાન તું મેરા મહેમાન…હું કોઈ સેલિબ્રિટી ન હતો યાર…તું મારા માટે અણજાણ હતી અને હું તારા માટે…હા એક જ કોલેજના હતા. પણ આવી રીતે હગ…અને કિસ્સસ…વાઉં મજા આવી ગયેલી !!  ના ના આ વિચારો મારા નથી….એક્ચુલી મને ગમ્યું કે તે મને હગ અને કિસ આપી. મન માં લડ્ડુ ફૂટી રહ્યા હતા અને સાથે જ ત્યારે  વિચાર ઝપકી ગયો કે, “યાર મોહિત તેરી તો નિકલ પડી…”

તું પણ થોડી અલગ જ હતી ને મને કહે, તારા ડાન્સે મને કિસ અને તને હગ કરવા પર મજબૂર કરી દીધી.

પછી શું…!! આપણા બંનેની ફ્રેન્ડશીપની શરૂઆત થઈ. રૂચિકા તને તો જાણ જ હતી ને કે હું કોઈ દૂધ નો ધોયેલો તો હતો જ નહિ. બિન્દાસ દિમાગનો આદમી.  કોઈ ગર્લફ્રેન્ડ સાથે મારું બનતું નહિ, કે ના તેમનું મારી સાથે કોઈ પણ બાબતમાં બનતું નહિ. હા મેં તારી સાથે સેક્સ માણવા પહેલા, મારી ફર્સ્ટ ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણી જ લીધું હતું. એ બધી જ વાતોથી તું અણજાણ ક્યાં હતી…કેમ કે મારી જે ફર્સ્ટ ગર્લફ્રેન્ડ હતી એ તો તારા જ ફ્રેન્ડ સર્કલની હતી ને….!!

આપણા બંનેમાં એ સામ્ય હતું કે, આપણે બંને બિન્દાસ વિચારો વાળા. યુ નો કોઈ પણ વિચારો એકમેક પર થોપી દેવામાં માનતા નહિ…આઝાદી આપનારા…છૂટ આપનારા…જો આવા વિચારોવાળા પાર્ટનર મારા જેવાને કે તને મળી જાય તો પછી આપણે બંને એક સાથે કેમ ના રહી શકે..!! અને એટલે જ લાસ્ટ ફાઈનલ યર ની એક્ઝામ પત્યા બાદ આપણે એક બિલ્ડીંગમાં ભાડાનો રૂમ લઈને એકસાથે રહેવા લાગ્યાં. આપણા બંને વચ્ચે લવ તો હતો જ અને રહેશે જ….પરંતુ ક્યારે પણ તારા મોઢેથી આ શબ્દો ના સાંભળવા મળ્યા કે, મોહિત આપણે ક્યારે લગ્ન કરીશું..? કે ના મેં પોતે તને આ બાબત પર કોઈ પ્રશ્ન પૂછ્યો.

ઘરનું કામ હોય કે કોઈ બીજું કામ. આપણે એકમેક પર થોપ્યું જ નથી કે તું ગર્લ છે એટલે તારે આવું બધું જ કામ કરવું પડશે…વગેરે વગેરે. હા આપણે બંને જોબ તો પકડી જ લીધી હતી. પરંતુ ભાડાનાં રૂમમાં આપણી પાસે ત્યારે એટલા પૈસા બચતા નહિ કે આપણે એક ઘરકામ કરવા માટે નોકર રાખી શકીએ. મને જેમ સમય મળતો તેમ હું પણ ઘરનું બધું જ કામ કરી જ લેતો.

રૂચિકા ક્યાં લાઈફ થી ના હમદોનો કી….બોલે તો સબસે મસ્તતત ?? હા રૂચિકા બોલ ને યારરરરરરરરરર……રૂચિકા….કાકાકાકાકાકાકાકા….!!

હું પેઈન્ટિંગ વધારે કરતો, હજુ પણ કરું જ છું.

જયારે પણ તું મને પેઈન્ટિંગ્સ કરતા જોતી ત્યારે હંમેશાં કહેતી, “ મોહિત તું તારી આ કલાકારી છોડતો નહીં હા…આપણે બંને બિન્દાસ વિચારો વાળા છે. પોતાના રૂલ્સ પર જીવનારા. પણ જિંદગી છે મોહિત ક્યારેક એવા પણ દિવસો આવી જાય જ્યાં સુખ દુઃખ નો સામનો પણ કરવો પડે.” એટલું બોલીને તું અટકી પછી જાણે ઊંડો વિચાર કરતી હોય તેવી રીતે કહ્યું, “ મોહિત, સપોઝ !! આપણે એકમેકને ક્યારેક છોડી પણ દઈએ…તો પણ તું આ તારી પેઈન્ટિંગ કરવાની હોબીને છોડતો નહિ. અજીબ કલાકારી છે તારી પાસે..તારી કલા માં દમ છે મોહિત દમ..આ કલા સાથે તો માણસ એકલો પણ જીવી શકે મોહિત !!”

એટલે કે તારો કહેવાનો અર્થ હતો કે મોહિત તું મને પ્રેમ કરવાનું ભલે છોડી દેતો પણ તારો કલા સાથેનો પ્રેમ ક્યારે પણ છોડતો નહીં.

આપણે બિન્દાસ એટલા બધા રહ્યા કે એકમેકનાં પાસ્ટ વિષે જાણવાનો કે જણાવવાનો પણ ખ્યાલ ન રાખ્યો.

એક દિવસ મેં જસ્ટ થ્રીડી (3d) વોલ પેઈન્ટિંગ્સ બનાવી. બે લવર આકાશમાં ઉડતા, એ જોઈને તો તું પાગલ જ થઈ ગઈ હતી. રૂચિકા, તે બપોરે તું મને એવી વળગીને ચુંબનો કરી રહી હતી જાણે હવે પછી ક્યારે પણ આવા ચુંબનો કરવાની જ ન હોય…!!

પણ રૂચિકા બન્યું એવું જ. તે બપોરે તું મને એટલું કહીને ગઈ કે ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ક્લબમાં રાખેલી…તું સુઈ જજે…મને આવતા મોડું થશે…!!

હું રાહ જોતો રહ્યો રૂચિકા…પણ તું ન આવી….!!

ફોન પર ખબર મળી કે તારું મર્ડર થઈ ગયું છે.

મને ઘણી પાછળથી ખબર પડી કે તારો કોઈ એક્સ બોયફ્રેન્ડ હતો જે તને લગ્ન માટેનું પહેલાથી પ્રપોઝ કરતો હતો. પણ તે એણા પ્રપોઝને રિજેક્ટ કર્યો હતો. એના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે તું મોહિત સાથે લગ્ન કરવા વગર રહી શકે તો તું મારી સાથે લગ્ન કરીને કેમ ના રહી શકે..!!

અને એ ક્લબમાં બધાની સામે તારું પિસ્તોલથી તારા જ એક્સ બોયફ્રેન્ડ રોયે મર્ડર કરી નાખ્યું.

રૂચિકા હું તને મરેલી હાલતમાં ન જોઈ શક્યો યાર…!! હું પાગલ થઈ ગયો.

તે દિવસથી લઈને તો આ જ સુધી હું ફક્ત ને ફક્ત પેઈન્ટિંગ્સ જ કરતો રહું છું…તારી યાદ….અને પેઈન્ટિંગ્સ…રસ્તા પર મોટી મોટી થ્રીડી (3d) તો ક્યાંક દિવાલો પર થ્રીડી (3d) પેઈન્ટિંગ્સ. હા લોકો અજબ થઈ જાય છે, હવે તો તારો આશિક અને આર્ટીસ્ટને જોઈને કે શું કલાકારી છે પ્રેમની અને કલાની…!!

હું આશિક થી આર્ટીસ્ટ બની ને રહી ગયો….!!

આ જે વોલ પર તારી પેઈન્ટિંગ્સ સાથે વાતો કરું છું ને, એ જ કલાકારીથી હું આજે જીવતો છું.

“હેપ્પી બર્થ ડે રૂચિકા….”

(સમાપ્ત.)

પ્રવિણા માહ્યાવંશી

Subscribe for our new stories / Poem

પ્રવિણા માહ્યાવંશી

4 comments


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com