Navalkatha - Read Stories, Poems And News

“ઓ યારા”

ઓ યારા, એ સ્કૂલનાં દિવસો યાદ છે ? તું N.C.C ની હોશિયાર લીડર પણ તને ભણવું ન ગમતું એટલે હું તારી સાથે લાસ્ટ બેંચ પર બેસતી. તે દિવસે ઈતિહાસનાં પિરીયડમાં ચોપડી વાંચતા ટિચરનું ધ્યાન ગયું, “હિના, ક્યાં આવ્યાં?” મને ખબર તારું ધ્યાન નથી. હું ફટથી ટિચરને ના ખબર પડે એમ શબ્દનાં નીચે અગુંઠો ચોપડીમાં દાબ્યો. ધ્રુજતા સ્વરે તું વાંચવા લાગી.
“દોસ્તાર ઊભી થઈ જા! હિના તું બેસી જા.” ટિચર બરાડ્યા.
હું આખો પિરીયડ બેંચ પર ઊભી બંને હાથ ક્રોસ કરી કાન પકડી રાખ્યાં.
નીચે ઉતરતાંની સાથે જ આપણે બંને વળગીને રડી પડ્યાં.

Subscribe for our new stories / Poem

પ્રવિણા માહ્યાવંશી

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com