Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી ૬

ખટપટિયા કરણદાસની યુવાન વિઘવા વાઈફને સાંત્વના દઈ હોસ્પિટલ તરફ રવાના થયો.
ત્યારે ખટપટિયાના દિમાગમાં કંઈક ખટકી રહ્યુ હતુ.
કરણદાસની યુવાન વિધવાનુ રૂદન એને પૂર્વનિયોજિત ડ્રામા જ લાગ્યુ.
એ જરૂર કરતાં વધારે ચાલાક અને હોશિયાર લાગી એને..!
પતિના મૃત્યુનો જે શોક એની પરણેતરને હોવો જોઈએ એ લગીરે જોવા ન મળ્યો.
જે જોયુ એ એક્ટિંગ હતી.
જેમાં રેશમી બદનની માલિક કરણની વાઇફનુ પર્ફોમન્સ કાબિલેદાદ હતુ.
બંગલાની બહાર સાદા ડ્રેસમાં નારંગ પાણીપૂરી વાળા જોડે ગપ્પાં મારતો જોયો.
પોપટસરના બુલેટને જોતાં જ એણે સેલ્યુટ ઠોકી.
ખટપટિયા એક રહસ્યમય સ્માઈલ સાથે આગળ વધી ગયો.
જગદિશને સમજાઈ ગયુ કે કરણદાસની વાઈફ પર નજર રાખવા પોપટ સરે નારંગને ગોઠવી દિધો છે..!
બન્નેએ હજુ એકાદ કીમીનુ અંતર કાપ્યુ હશે કે પોપટસરનો મોબાઈલ રણક્યો.
નારંગનો નંબર ડીસ્પ્લે પર સ્પાર્ક થતો હતો.
કોલ રીસિવ કરી ખટપટિયા ઘૂવાંપૂવાં થતાં બોલ્યો.
“હવે શુ છે..?”
સર..! બંગલામાં મેડમને મળવા કોઈ યુવાન પ્રવેશ્યો છે..!
ઓ કે તુ નજર રાખ એના પર.. બની શકે તો તારા મોબાઈલથી છૂપાઇને એક ફોટો લઈ લેજે.. પણ સાવધાની રાખજે..!
“ઓકે સર..!”
“ગુડ..!”
કહી ખટપટિયાએ કોલ ઙીસ્કનેક્ટ કરી એક રેશ્ટોરંન્ટ આગળ બુલેટ પાર્ક કર્યુ.
જગદિશને ખટપટિયાનુ વર્તન સમજમાં ન આવ્યુ.
“શુ થયુ સર.. એની પ્રોબ્લમ..?”
“કોઈ પ્રોબ્લેમ નથી ખણખોદીયા ..!”
કેમ સર ખણખોદિયો કહ્યો..?”
“તો શુ.. તારા સરનો મૂડ કોફી પિવાનો છે નાઉ..!”
નો નો સર.. આઈ નો..
તમારા ભેજાનો તાગ મેળવવો મારા બસની વાત નથી..!
ગોળ ચોપડવાનુ રહેવા દે..હવે..!
ખટબટિયાએ રેસ્ટોરન્ટના લાસ્ટ ટેબલ પર બેસતાં જ વેઈટરને બે આંગળીથી ઈશારો કર્યો.
સરના ટેસ્ટથી સૂપેરે જ્ઞાત વેઈટર ઓર્ડરનો ઈશારો સમજી ચાલ્યો ગયો.
ખટપટિયા સરે તરત જ સેમસંગનો ન્યૂ મોડેલનો 6 ઈન્ચનુ સ્ક્રીન ધરાવતો મોબાઈલ હાથમાં લીધો.
જગદિશને અનહદ આશ્ચર્ય એ જોઈ થયુ કે સર ઓનલાઇન સીસીટીવી કેમરો ઓન કર્યો.
જેમાં જીલાયેલુ દ્રશ્ય નજરે પડતાંજ જગદિશની આંખો પહોળી થઈ ગઈ.
“સર.. આતો..?”
કરણદાસની વાઈફ છે એમજ ને..?
જગદિશની મજા લેતાં ખટપટિયાએ પ્રશ્નાર્થમાં ઉત્તર દઈ
દિધો.
પછી હોઠ પર આંગળી મૂકી ખટપટિયાએ મૂંગો ઈશારો કર્યો.
જગદિશ ખટપટિયાની તેજ તર્રાર તીક્ષ્ણ બુઘ્ઘી અને સમયસૂચકતા પર વારી ગયો.
બન્ને ધ્યાનથી સ્ક્રિનપર ભજવાતા દ્શ્યોને નજરચૂક વિના જોવા લાગ્યા.
લંબગોળ ગોરો ચહેરો અને મજબૂત બાંધો ધરાવતા ફાંકડા યુવાને કરણના બેડરૂમમાં એની વાઈફને જોતાં જ એણે ગાઢ આલિંગનમાં ભીંસી લીધી.
“મીરાં ! મેં વિચાર્યુ પણ નહોતુ કે તારૂ દાંપત્ય જીવન અકાળે પડી ભાંગશે..!
પણ હું છું ને.. ડોન્ટ વરી યાર…! બધુ ટેન્શન મારા પર છોડી દે ..! ફ્રી માઈન્ડ થઈ જા તુ..!
મીરાંએ એણે બેઘડક ગળે એવી રીતે દબાવી રાખ્યો હતો.
જાણે હવે એને એક પળ પણ એ ગુમાવવા માગતી નહોતી..
આઈ એમ રીયલી સોરી સમિર.. હું પ્હેલાં પણ તને ક્યારેય છોડવા માગતી નહોતી..
પણ પપ્પા મમ્મીની નારાજગી વહોરી શકુ એટલી હિમ્મત નહોતી મારામાં..!
ઓકે ડોન્ટ વરી.. એ આપણો પાસ્ટ છે.. ભૂલી જા બધુ..!
“આ બધુ કેવી રીતે આમ અચાનક બની ગયુ મારે ડીટેલમાં જાણવુ છે..?”
“આઈ નો યાર બટ પેલો અફસર હોસ્પિટલમાં મારી વેઈટ કરે છે..!
કરણની ડેડબોડી જોવી છે મારે..!”
જાણી જોઈને મીરાં એ કરણનુ મોં જોવુ છે એમ કહેવાનુ ટાળ્યુ.
હું આવુ ત્યાં સુધી તુ ન્યૂજ જો.. બે દિવસથી મર્ડરના સમાચારોએ ન્યૂજ ચેનલો પર હંગામો ઉભો કરી દીધો છે..
સૌ કોઈ ખૂનીના કઠપૂતલી વાળા લખાણ પર સવાલ ઉઠાવી રહ્યુ છે..
આજે બીજુ મર્ડર થયુ છે ત્યાં પણ કઠપૂતલીનુ દિવાર પર લખાણ..
જાણે કોઈ ખુલ્લી ચેલેન્જ નાખી મર્ડર કરી રહ્યુ છે..!”
તુ ન્યૂજ જોઈ લે ધણી ખરી માહિતી મળી જશે..!
બાકીની વાતો આવીને કરુ..!
હંસા માસીને કહેતી જાઉ છું કંઈ જોઈએ તો મંગાવી લેજે..
કોણ હંસા માસી..?
આયા છે મારા પુત્રની દેખભાળ માટે..!
ઓકે ગો નાઉ..!”
સમિરના આગમનથી મીંરામાં પ્રાણનો પુન: સંચાર થયો જાણે..!!”
અને સમિરનુ જાસૂસી દિમાગ સક્રિય થઈ ગયુ હતુ.

**** ****** *****

કઈ બાર દિલ ભર આયા હૈ મગર રોયે નહી હમ… તડપતે રહે ઉસ કે પ્યારમે
દિલ કી આવાજ રબભી તો સુનતા હોગા.. યા નહી..

**** **** *****
સમિરનુ હ્રદય તડપી ઉઠ્યુ હતુ.
આ એજ મીરાં હતી જે એને બેઈન્તહા પ્રેમ કરતી હતી. સાથે જીવવા મરવાના કોલ દિધેલા. અને પછી અચાનક અણધારી મૂકીને મમ્મી પપ્પાએ પસંદ કરેલા યુવકને પરણી ગયેલી.
કંઈ કેટલાય મહિનાઓ સુધી સમિર એની યાદો સાથે તડપતો રહ્યો. વારંવાર ઈશ્વરને ફરિયાદ કરતો કે મારી જિંદગીમાંથી મારી ચાહતને કેમ છીનવી લીધી.
પ્રેમમાં ત્યાગનો પણ મહિમા છે જ.. પણ એટલાં આગળ વધ્યાં કે જ્યાંથી પાછા ફરવુ એના માટે જિંદગીને દાવ પર લગાવવા જેવુ હતુ.
અને એક ક્ષણ માટે પણ મીરાં એનો વિચાર કર્યા વિના માત્ર સમિરને એટલો મેસેજ કરીને છોડી દીધેલો કે “સમિર મમ્મી પપ્પાને હુ નારાજ કરી શકુ એમ નથી પપ્પા હાર્ટપેશન્ટ છે એટલે એમને જોયેલા છોકરા સાથે પરણી જાઉ છું.. આઈ એમ રીયલી સોરી યાર..
એક ક્ષણમાં એની દુનિયા લૂટાઈ ગઈ હતી.
એક ક્ષણમાં બધુ પૂરુ થઈ ગયુ હતુ.
સમિર કેટલાય દિવસો સુધી આ પરિસ્થિતિને પચાવી શક્યો નહોતો.
એની કજિન રજિયા એ બન્નેના અફેર વિશે જાણતી હતી. એણે સમિરને મરતો બચાવી લીધો.. કેમ કે એ માનતી હતી પ્રેમમાં ટૂટેલા માણસને મરવા દેવાય નહી.. ઈશ્વર ના ગણિતમાં અગણિત નેકીઓ લખાય છે.
સમિર મીંરાંને ક્યારેય ભૂલી શકે એમ નહોતો.
ખુદાને સાક્ષી માની એણે તો જિંદગીને મીરાંના હવાલે કરી દિધેલી..
બહુ ઓછા લોકો હોય છે જે સાચા પ્રેમને જીવે છે બાકી આ દુનિયામાં એવાં કેટલાંય સ્વાર્થી લોકો છે માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ કોઈના પવિત્ર આત્માને રગદોળી નાખે છે.. ઈશ્વર એમણે ક્યારેય માફ કરતો નથી એવુ રજિયા માનતી એટલે જ એને સમિરને નવુ જીવતદાન આપ્યુ. ક્ષણ માટે પણ એને એકલો ન પડવા દઈ.. એને એક સારા મિત્રની હૂંફ આપી..
સમિર આધાત જીરવી ગયો..
સાત વર્ષનો સમયગાળો વીતી ગયો હતો.
છતાં એમણે જીવેલી દરેક ક્ષણો એના મનો પ્રદેશપર સાવ તાજી હતી.
બધુ ભીતરે ધરબી જરૂર દીધુ હતુ.
પણ ક્યારેક ક્યારેક અડધી રાત્રે બધુ સ્મરી જતુ તો એ રાતભર ઉંગી શકતો નહી.
એની આંખો રડવા માગતી હતી પણ એ રડી શકેલો નહી..
અને હવે.. અણધાર્યો મીરાંનો કોલ આવેલો.
સમિર શોખ માટે ડીટેક્ટિવનુ કામ કરતો એ મીરાં જાણતી હતી. એ સાથે હતી ત્યારે ધણાય કેસ એણે સોલ્વ કરેલા એની તે સાક્ષી હતી.
એક નાનકડી ઓફીસ ખોલી પ્રાયવેટ ડીટેક્ટિવનુ બોર્ડ લગાવેલુ. જેથી એની રૂચી પોશાય એવા કેસ મળવા લાગ્યા હતા.
પોતાના મોબાઈલ પર અજાણ્યો નંબર જોઈ એણે કોઈ નવા ક્લાયંન્ટનો કોલ સમજી રિસીવ કર્યો.. તો..
“સમિર..!”
એક જ શબ્દ એ હ્રદય ધ્રૂજી ઉઠ્યુ.
“મીરાં…!”
એના હોઠ ધ્રૂજેલા.. સમિર અવાજને ભૂલી શકે એમજ નહોતો. એ મીરાંને ધડકતા હૈયે સાંભળવા લાગ્યો.
સમિર.. મારા પતિનુ મર્ડર થયુ છે.. કોઈએ પ્લાનિંગ કરી મર્ડર કર્યુ છે..!
પ્લીઝ હેલ્પ મી… તુ સૂરત આવી જા..!
મારે મર્ડરર ને પકડવો છે.. તુ જટ આવી જા..!
એના અવાજમાં આજીજી હતી.
સમિર એને “ના” ન કહી શક્યો.
ડોન્ટ વરી બેબી..! હુ આવુ છું તુ હિમ્મત રાખજે..
બસ અને આજે એ અહીં હતો.
મીરાંના બેડરૂમમાં..!
જો કે હવે એ પ્રેમના છલને પુન: પચાવી શકે એમ નહોતો.
એટલે મનને મક્કમ કરી કેસ પર ધ્યાન કેન્દ્રીત કરવા લાગેલો..
એને આવીને એ જ જોયુ હતુ કે મર્ડરરે એના બેડરૂમમાં જે રક્તથી કઠપૂતળી લખ્યુ હતુ એ યથાવત હતુ.
એણે પોતાની પર્સનલ ડાયરીમાં આ બાબતની નોંધ કરી.
ટીવી ન્યુજમાં આજે થયેલા મર્ડરને પણ ઉછાળીને બતાવાઈ રહ્યુ હતુ.
પોલિસની કામગીરી પર માછલા ધોવાઈ રહ્યા હતા.
એણે ન્યૂઝમાં બતાવાતા cctv કૂટેજ જોયા હતા. એના પરથી મર્ડરર કોઈ સ્ત્રી છે એટલુ એ સમજી શકેલો.
બીજી ખાસ વાત એણે ન્યૂજમાંથી નોંધી કે જેમનુ મર્ડર થયુ એ બન્ને વ્યક્તિ ઓરિસ્સાની વતની હતી.
અને એક બે ત્રણ વાર ન્યૂઝ જોતાં જ એક વાતના વિચારથી એની આંખો પહોળી થઈ ગઈ..
ઓહ માય ગોડ..! એનો મતલબ કે હજુ મર્ડર થવાના..?
એના મુખમાંથી ઉદગાર નિકળ્યા..
એને મીરાં પાસેથી કંઈ જાણવાની તાલાવેલી જાગી. એ અધિરાઈથી એની રાહ જોવા લાગ્યો.
( ક્રમશ:)

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com