Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી ૧

એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકા આપવા તૈયાર છે તો ચાલો સફરમાં “કઠપૂતળી”ની
*** **** *** *****
1
દિલ્હી ગેટથી આરંભાતા રિંગરોડ પર હોટલ લોર્ડપ્લાજાના મેઈન ગેટ પર એ ઉભી હતી.
ગુલાબી જરી વર્કની સાડીમાં એનો ઉજળો વાન પૂર્ણિમાના ચંદ્રની રોશની જેવો ભભકતો હતો. સેમ કલરના બ્લાઉજમાં પીઠ તરફની દિલ આકારની બીગ ગેપમાંથી એના વાંસાનો ઉધાડ જોઈ એવુ લાગે જાણે વ્હેલ માછલીના પેટનો લીસ્સો વાઈટ નજારો..
વાહનોની પસાર થઈ રહેલી વણજારમાં મોટાભાગની દ્રષ્ટિઓ એને જ વિંધતી હતી.
જોકે હવે એ આવી દ્રષ્ટીઓથી હેવાઈ ગઈ હતી.
કાનમાં ચળકતાં ડાયમન્ડ મઢ્યાં લાંગ એરિંગ્સ એના લૂકને આકર્ષક બનાવતાં હતાં.
ઉંચી એડીના ગુલાબી સેન્ડલથી જાણે એને ફાવટ નહોતી આવી રહી.
વળી વળીને એ પગ તરફ જોઈ પોતાનુ બેલેન્સ જાળવવાની કોશિશ કરી રહી હતી.
લગભગ પાંચ મિનિટ વેઈટિંગ પછી એક બ્રાઉન કલરની ઈનોવા એની પડખે આવીને થોભી.
સાઈડ મિરર ઉઘડ્યો.
ભીતરેથી લેફ્ટસાઈડ ના મિરરમાંથી વાંકડીયા ગુછેદાર વાળથી શોભતો ફિલ્મી હીરોની જાંખી કરાવતો ગોળમટોળ આકર્ષક સંમોહક ચહેરો ડોકાયો..
યુવતી હોયકે સ્ત્રી આવા આકર્ષક ચહેરાઓ પાછળ ઘેલી થઈ લગભગ જાતને છેતરે છે.
છેતરાય છે.. ભાગ્યે જ સો ટચનુ સોનુ મળે..!
“મિસ.. આર યુ લવલિન એમ આઈ રાઈટ..?”
એનો અવાજ પણ પ્રભાવક હતો.
વારંવાર સાંભળવો ગમે એવો..
મેમ..! આર યુ ઓકે..?”
લવલિને પોતાની જાતને સંભાળી..
“યસ.. આઈ એમ લવલિન..!
લાંગ ટાઈમ વેઈટ કરાવી.
“ઓહ સોરી..! નાઉ કમોન…!”
એક પણ શબ્દ બોલ્યા વિના ચહેરા પર રમતિયાળ સ્મિત વેરતી લવલિન એની બાજુમાં ગોઢવાઈ ગઈ.
એના શરીરમાં ધીમી કંમ્પારી છૂટી હતી.
જિંદગીમાં પહેલી વાર આડા રસ્તા પર એણે પગ મૂકી દીધો હતો.
આ રસ્તો એને ક્યાં લઈ જવાનો હતો કહેવુ મુશ્કેલ હતુ.
ક્યારેક મજબૂરીઓ માણસને ન કરવાનુ બધુ જ કરાવે છે..
ક્યારેક માણસો જાતે જ પોતાના અતૃપ્ત મિજાજને પોષવા શરાફતનો નકાબ હંફાવી નિકળી પડે છે સુંવાળી સોડમનો સથવારો પામવા.
“ફસ્ટ ટાઈમ છે..?”
એસીની ઠંડકમાં પ્રસ્વેદ લૂછતી લવલિન તરફ એક ઉડતી નજર નાખી એને પૂછી લીધુ.
“જી.. જી.. યસ..યસ..!”
લવલિન અણધાર્યા સવાલથી થોથવાઈ.
કોઈ મન:સ્થિતિ પણ પામી શકે એ વાત એને સમજાઈ.
પોતાને આમ નર્વસ ન થવુ જોઈએ..!”
આઈ એમ સંકેત ..! નામ તો જાણો જ છોને..?
“ઓફકોર્સ..! તમે કહેલુ..!”
લવલિન નજરો છૂપાવી રહી હોય એમ બહાર જોવા લાગી..
ગાડી બીજા વાહનોને ઓવરટેક કરતી સડસડાટ સરથાણા તરફ આગળ વધી રહી હતી.
“આપણે ક્યાં જઈ રહ્યા છીએ..?”
લવલિનના ચહેરા પર વ્યગ્રતા હતી.
બસ અહીં કડોદરા જતાં રસ્તામાં રોહાઉસ છે.. “દર્શન”.. ત્યાં..જ
બટ હું વધુ નઈ રોકાઈ શકુ ઓન લી ફોર સિક્સ્ટિન મિનિટ..ઓકે.!
“ઓ કે આઈ નો..! ડોન્ટ વરી..!
હું તમને જલદી પાછાં છોડી દઈશ..!”
સંકેત અત્યારે લવલિનનુ મધમાતુ સૌદર્ય માણવા અધિર બન્યો હતો.
એના યૌવનને બોટવા મન થનગની ઉઠ્યુ હતુ..
ફેસબુક પરથી થયેલો લવલિનનો પરિચય હવે એકાંતમાં મળી પરસ્પરની ઝંખનામાં વિલુપ્ત થવા માગતો હતો.
સંકેતે લવલિન માટે કલાક દિઠ ten thousand ની ઓફર કરેલી જે લવલિન માટે ફસ્ટ લકી ચાન્સ હતો જે એ જતો કરવા માગતી નહોતી.
પૈસાની સાથે આકર્ષક યૌવનનો સંગાથ પણ માણવો હતોને.
આમ પણ નોકરી ગમે ત્યાં કરો..
તૈયાર થઈ બીજાના એટ્રેક્શનની કામના કરવાની.. સહાનુભુતિ દર્શાવી લોકો નજીક આવી અંતે શરીરની કામનાજ કરે છે..
અને આપણને ઉજળા ચહેરાનું ખેચાણ અંતે તો છળનારુ જ નિવડે છે..
બંધાઈને જીવવા કરતાં કોઈ પણ જાતના ટેન્શન વિના પોતાની રીતે જીવવાનુ એને નક્કી કરેલુ જેમાં એની મજબુરીઓ અંચળો ઓઢી છૂપાઈ જવાની હતી અને પોતે રેશમજાળમાં આળોટવાની હતી.
મન પડે ત્યારે મોજ મન પડે ત્યારે છૂટ્ટી..!”
એકા એક બ્રેકનો આંચકો લાગતાં લવલિન ફરી સંકેતની પડખે પટકાઈ ગઈ.
(ક્રમશ:)
વાર્તા વિશે આપના અભિપ્રાય જણાવશો
9870063267

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com