Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી ૨

ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી.
બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો.
બંગલાનુ ઈન્ટિરિયર ગ્લાસ બધુ જ એક સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ.
સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી.
ગ્રાઉન્ડ ફ્લોર પર આઠેક રૂમ્સ હતા.
મધ્યના રૂમમાં સકેત પ્રવેશી ગયો.
વૈભવી રૂમને જોઈ લવલિન દંગ રહી ગઈ..
છતપર વિદેશી બનાવટનાં ઝૂમ્મર લટકતાં હતાં.
કમરાની દિવારો પર ખજૂરાહોનાં સ્થાપત્ય સમાં કામશાસ્ત્રની વિભિન્નતાને ઉજાગર કરતાં શિલ્પો બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલાં હતાં.
લવલિન ધારી ધારીને કમરાની ખૂબસુરતી નિહાળી રહી હતી.
એક કોર્નર પર ડનલોપિલો બૈક સપોર્ટ ફોમ બેડ સેટ મૌજુદ હતો.
એના પર મખમલી ચાદર બિછાવેલ હતી.
લવલિને પોતાના શરીરને બેડ પર પડતુ નાખ્યુ.
હજુય એની દ્રષ્ટી કમરાની દિવારો પર લાગેલાં શિલ્પો પર હતી.
શરીરમાં ઉન્માદનો ઉભરો ઠલવી દેવા આ શિલ્પો સહેતુક લગાવાયાં હતાં.
સામેની દિવાર પર હોરર ફિલ્મોમાં જોવા મળતા.. લાંબાં શિંગડાં વાળા હરણનુ પૂતળુ હતુ.
એની આંખોમાં ચળકાટ હતો.. જાણે એ આંખો પોતાના પર નજર નાખી રહી હતી..
“હેય.. લવલિન…! ક્યાં ખોવાઈ ગઈ..?”
સંકેતે લવલિનના ગાલ પર ટપલી મારી.
જોકે એણે જોયુ હતુ લવલિન પોતાને નોર્મલ દેખાડવાની મથામણ કરતી હતી જો કે એ હતી નહી.
કદાચ એ ગભરાઈ રહી હતી.
ફસ્ટ વાર આવી રીતે કોઈ અજાણ્યા પુરૂષને મળવા આવી હતી.
અજાણ્યો જ કહેવાય ને કેટલી ઓળખાણ હતી સંકેત સાથે..? માત્ર થોડા દિવસનુ ચેટીંગ..!
“ડર લાગતો હોય તો ઘરે છોડી દઉ..!”
સંકેતે લવલિનનુ મન જાણવા કહ્યુ.
પણ એને નકારમાં ડોકુ ધૂણાવ્યુ.
ડ્રિંક લઈશ..?”
નો થેંક્સ ઓનલી વોટર..!”
એણે મિનરલ વોટરની બોટલ લવલિન આગળ ધરી..
વર્ષોની પ્યાસી હોય એમ અડધી બોટલ એણે ગટગટાવી લીધી..
સંકેતે ડ્રિંક્સ લીધુ.
લવલિનના ગોરા ચહેરા પર એણે હાથ ફેરવ્યો.. એના હોઠ પર આંગળીઓનો સ્પર્શ કર્યો..
લવલિન સ્મિત સાથે એની ક્રિયાને જોતી હતી. એની ધડકનો નો વેગ વધ્યો હતો.
સંકેતે એના સોનેરી વાળને પાછળ કર્યા.. અને ધીમેથી એની પલકો પર પોતાના તરસતા હોઠ બિછાવી દીધા..
લવલિનનો ચહેરો લાલ થઈ ગયેલો.
શરીરમાં ઉભરો આવ્યો હતો. અનાયાસે જ એની આંખો અને શરીર પરવશ થતુ ગયુ.
સકેતે એના પેટ પર અને નાભીની આસ પાસ આંગળીઓ ફેરવતો રહ્યો.
આખરે લવલિનથી ન રહેવાયુ.. એણે સંકેતને બાથ ભરી લીધી..
એણે વસ્ત્રોનો ફટાફટ ત્યાગ કર્યો.
સંકેતને પણ એ જ દશામાં લાવી મૂક્યો.
પછી શરુ થઈ એક બીજામાં એકાકાર થવાની યાત્રા ધસમસતી નદીના બે કિનારા ઢસડાતા રહ્યા પૂર ઉમટી પડ્યાં.. ભરતી આવી..
એક દુર્લભ મીઠુ દર્દ લવલિનના અસ્તિત્વને વિંધતુ રહ્યુ.. એ દર્દ એને મનોરમ્ય લાગ્યુ. એ ભરતી સંકેતનો અડધો કલાક વટાવતી ગઈ..
અડધા કલાકે પૂર ઓસર્યો.
ત્યારે સંકેત થાકી ગયો હતો.
બદન શિથિલ હતુ.
લાંગ ટાઈમ લીધો..
અદ્ભૂત એક્સપિરિયન્સ રહ્યો.
થેક્સ સંકેત..!”
સંકેતના ચહેરા પર એક પણ ભાવ નહોતો.
નિર્વસ્ત્ર લવલિન નો હાથ ખેચતો એ ઉભો થયો.
બધાંજ કામૂક શિલ્પો જાણે એની હાંસી ઉડાવી રહ્યાં હતાં.
સામે મેજ પર પડેલા લેપટોપનો સંકેતે સ્ક્રીન ઓન કર્યો..
અને એમાં જે દ્રશ્યો લવલિને જોયાં.
એ જોઈ એના પગ તળેથી ધરતી ખસી ગઈ જાણે..!”
ચહેરા પર અનેક રંગ બદલાયા.
ત્યારે સંકેતે ઠંડે કલેજે એટલુ કહ્યુ સેકન્ડ ઈનિંગમાં આપણી વચ્ચે એક ડીલ થવી જોઈએ..!
એણે દસહજારનુ બંડલ લવલિન સામે સરકાવી દીધુ..
ગભરાઈ ગયેલી લવલિન પર્સમાં બંડલ નાખી ફટાફટ વસ્ત્ર પરિધાન કર્યાં. ને પછી
સડસડાટ બંગલાની બહાર નીકળી ગઈ..
કપડાં ને ઠીક કરતો.. દરવાજો લોક કરી એની પાછળ સંકેત પણ નીક્ળ્યો.!
*** **** ***** *****

લવલિનને આકાશમાં ઉડવાની મહત્વકાક્ષા હતી.
બોમ્બેમાં હોસ્ટલમાં રહી તે એક એર ઈન્ટિટ્યૂટમાં જોડાયેલી.
મોટી બહેન શહેરની એક નામી હોસ્પિટલમાં 30,000/-ની સેલેરી સાથે જોબ કરતી. જેને ક્યારેય કોઈ વાતે એને ઓછુ આવવા દીધુ નહોતુ. પપ્પાનુ છત્ર એ બાળપણમાં ગુમાવી બેસેલી. બિમાર ‘માં’ જે પહેલાં નર્સ હતી એમના સારા કાર્યોથી રીટાયરમેન્ટ પછી મોટીને એ હોસ્પિટલમાં જગા મળેલી.
ભાઈ હતો પણ ન હોવા બરાબર એની પત્નિ એને અને બે બાળકો મૂકી છોડી ગઈ ત્યાર પછી એ દારુના નશામાં ધૂત રહેતો. બન્ને ભત્રીજાંને શહેરમાં ઈન્ટરનેશનલ લેવલની સ્કૂલમાં એણે મૂકેલાં. બન્ને બાળકો તેજસ્વી હતાં. એટલે એમની કારકીર્દીના ધડતરની જિમેદારી પણ મોટીના માથે હતી.
જીવનમાં તકલિફો ધણી હતી પણ છતાંય એ લોકો નાની નાની ક્ષણોને પણ ખુશીથી જીવતાં. કોઈ બીજાને અહેસાસ પણ ન થાય કે આ લોકો આટલો સંધર્ષ કરીને જીવે છે
એમાં એક દિવસ ભાઈનુ એક્સિડેન્ટ થયુ. એમનુ જૂનુ મકાન નવસારી હતુ જેનુ ભાડુ લેવા ભાઈ નવસારી જતો અને પીને હમેશાં પાછો ફરતો.
તાબડતોબ એનો ફોન આવતાં એમ્બ્યુલસ દોડાવી હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. મમ્મીની વગના લીધે ઓપરેશન અને દવાના ખર્ચાઓમાં રાહત થઈ પણ ભાઈના પગમાં પ્લેટો બેસાડવામાં આવી એટલે એ હમેશ માટે અપાહિજ અને લાચાર બની ગયો.
લવલિને અભ્યાસ પૂર્ણ કર્યો પછી વીસ કલાકની એની ટ્રેનિંગ લઈ પ્રેક્ટિકલ અભ્યાસમાં સુરતના ડૂમ્મસ એરઈન્ટિટ્યૂટ સાથે જોડાઈ.
એકાદ વીકમા એક વાર એક કલાકની ફ્લાઈંગ ટ્રેનિંગ રહેતી. એ ખૂબજ ધ્યાન આપી ટ્રેનિંગ લઈ રહી હતી.
6 એક કલાકની એને ટ્રેનિંગ થઈ હશે ત્યાં એક દિવસ એનો સપનાંનો માળો વિખરાઈ ગયો. ડૂમ્મસ ઈન્સ્ટિટ્યુટ કોઈ ગવર્મેન્ટના કઠલાઓમાં બંધ થઈ ગયેલુ.
સ્ટૂડન્ટ બેજ પર એણે વીસ લાખની લોન એ ઈન્સિટ્યૂટમાં ફીની ભરપાઈ કરેલી.
એનાં સપનાં વિખરાઈ ગયાં.
એ સંસ્થા સાથે લડી ઝગડી મહામહેનતે ફી પરત લાવી. એક તરફ બેન્કના હપ્તા બી ભરવાના હતા. એટલે જાણી જોઈ સરકારના દેવાદાર બની રહેવુ એને પરવડે એમ નહોતુ. એટલે બધાં પૈસા એના અકાઉન્ટમાં મૂક્યા.
પણ આટલેથી કુદરત એને મૂકે એમ નહોતી. એને તો કસોટીની એરણે ચડવાનુ બાકી જ હતુ.
એના ટ્રેનર પ્રોફેસર કેપ્ટન સરે લવલિન ને એક માર્કેટિંગ કંપની જોઈન કરવા કહ્યુ. ઈન્ફેક્ટ એનો આઇ. ડી પણ એમણે નાખી દીધો. ધીમે ધીમે લવલિન કંપનીમાં ઈન્વોલ્વ થઈ. એણે ઈન્કમની સાથે બધાં જ સપનાં અહીથી પુરાં થાય એમ લાગ્યુ. રોયલ્ટી ઈન્કમને લીધે એને ભવિષ્ય સિક્યોર લાગેલુ. ધીમે ધીમે એણે પોતાના રૂપિયા ટૂકડે ટૂકડે ઈન્વેસ્ટ કર્યા. શરુઆત સારી હતી જનૂનથી કંમ્પનીને સમર્પિત થઈ એ વર્કિગ જોનમાં લાગેલી. સારાં એવાં અચિવમેન્ટ કર્યાં. જેમાં ફોરેન ટ્રિપો પણ શામિલ હતી.
મમ્મી માટે એક અનાથ બાળકોની સંસ્થા સ્થાપવાનુ સ્વપ્ન પૂરૂ થતુ હોય એમ લાગ્યુ. અને એના રજિસ્ટ્રેશન માટે એણે દોડધામ પણ ચાલુ કરી દીધેલી.
મોટીની ઉમર 35 વટાવી ગયેલી. એટલે મૂળ અમદાવાદ ના વતની અને હાલ ઓસ્ટ્રેલિયા સ્થિત ડૉક્ટર સાથે એનુ વેવિશાળ કરી ધામધૂમથી લગ્ન કરી દાખલો બેસાડ્યો.
કંપનીમાં ધણાં લોકો લવલિનને ફોલો કરી રહ્યાં હતાં.
મોટીના લગ્ન વખતે એ ધણુ રડેલી.
પોતે પરિવારની જવાબદાર વ્યક્તિ હતી.
ધર છોડી તે એટલે દૂર જવા રાજી નહોતી. પણ બધાંના આગ્રહને લીધે મોટી ઝૂકેલી.
પણ એ ધણુ રડી હતી આખા પરિવાર પર પોતે છત્ર બની ઉભેલી. એટલે પરિવારને નોંધારો મૂકતાં એની આંતરડી કકળતી હતી. કઠણ જીવે ડૉક્ટર સાથે ઓસ્ટ્રેલિયા ગઇ.
લવલિન ઘણી ખુશ હતી.
એને ખબર નહોતી કે આ ખુશીઓનો ગાળો સાવ ટૂંકો હતો એની લાઈફમાં.. 6 મહિના પછી મોટી અમદાવાદ એના સાસુ બિમાર હોઈ આવેલી.
ઓટોમાંથી એનુ અપહરણ થયુ . છ સાત નરાધમોએ અવાવરુ જગ્યામાં ગાંધી રાખી એના પર સામૂહિક બળાત્કાર કર્યો. જેના વિડીઓ સોશિયલ સાઈટ પર વાયરલ થયેલા. એને મોતને ધાટ ઉતારી લાશ નદીમાં ફેકી દેવાયેલી. હત્યારાઓના કોઈ સગડ મળ્યા નહી.
લવલિન સાવ પડી ભાંગી હતી. મોટી સાથે વિતાવેલી એકએક ક્ષણ એને જીવવા દેતી નહોતી. હત્યારાઓને મોતને ધાટ ઉતારવા માગતી હતી પણ કોઈ હાથ વગુ નહોતુ. પોતાની જાતને એ સાવ નિર્બળ અને અસહાય સમજવા લાગેલી.
ક્યારેક એ પોતાની જાતને કોસતી પણ ખરી.
એ કારમો ‘ધા’ જીરવાય એમ નહોતો અને વિધિએ વળતો ‘ધા’ કરી દીધો.
માર્કેટિંગ કંપનીનો એમ. ડી દેવાળુ ફૂંકી ભાગી ગયો. ત્યાર પછી શરૂ થઈ એની જિંદગીની કરુણ કથની…
*********************
(ક્રમશ:)
-સાબીરખાન પઠાણ

Whatsapp: 9870063267
વાર્તા વિશે આપનો અભિપ્રાય જરુર જણાવશો.

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com