Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી ૩

લવલિનને ઉતારી પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર સવાર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો.
ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં સેરવી દઈ ખુશ થઈ ગયેલો.
પંંદરેક મિનિટ પછી ગાડી એક વૈભવી બંગલા સામે પાર્ક થયુ.
શરીર સૌષ્ઠવ ઘરાવતા એ કદાવર યુવાને વાંકડીયા બાલોમાં હાથ ફેરવતાં ગોલ્ડન કી ડોરના લોકમાં ભરાવી ડોર ખોલ્યુ.
અને પોતાના પ્રાયવેટ રૂમમાં એ ભરાયો.
લક્ઝરી રૂમના આદમકદ આઈના સામે અત્યારે એ ઉભો હતો.
ધીમેથી એણે હડપચી નિચેથી ચામડી ખેંચી.
ચહેરાની ચામડી ખેંચાઈ.
એ સાથે જ ચહેરા પરથી જાણે કે એક મુખૌટો ઉતરી ગયો.
મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટની જાદૂગરીનો કમાલ એને નજરે જોયો.
માથા પર ની વિગ ઉતારી એક બાજુ મૂકી.
લવલિન પણ માની ગઈ.
જે ચહેરો ફેસબૂક પર જોયો આ એજ હતો.
પૈસાની માયાથી ઉભુ થયેલુ કવચ ઉતરી ગયુ હતુ.
અને અત્યારે ત્યાં ઉભો હતો.
એક અલગ જ યુવાન.. કોઈ કહી ન શકે કે આ તે જ યુવાન છે જે ઘડીભર પહેલાં બુલેટ પર આવેલો.
એના સ્ટાફમાંથી કોઈ હોત તો બેહોશ બની જાત.

*** *** **** ******* ****
ઈસ્પેક્ટર ખટપટિયા આજે બહુ મૂડમાં જણાતો હતો.
ચોકી પર હાજર થતાં જ નારંગને કોફી લઈ આવવાનુ ફરમાન કર્યુ.
એની ખુશીનુ કારણ કોઈ જાણતુ નહોતુ. કોઈ એને પૂછવાની હિમ્મત કરે એમ પણ નહોતુ.
જગદિશ પેલા સમિરનુ અપહરણ કરી જનારો એકેય હાથમા ના આવ્યો.
પેલી લવલિનની સિસ્ટરનો રેપ કરી જનારાઓ આબાદ ફરે છે.
પોલિસ સ્ટાફ પર માછલાં ધોવાય છે
ખૂબ બદનામી થઈ રહી છે આપણી..!’
“સર .. પણ એમાં આપણે પગ પર પગ ધરીને બેઠા તો નથીને..?”
આપણે પૂરતા પ્રયાસો કર્યા જ છે… મને ખબર છે લવલિનની સિસ્ટર વાળો કેસ એક દિવસ જરુર ઉકેલાઈ જશે..!
“કેમ તમે કોઈ સપનુ જોયુ છે..એવુ..?”
ખટપટિયાને જગદિશની વાત ન ગમી.
એ માનતો કે જે કેસની કળી તરત મળી જાય એ કેસ સોલ્વ થતાં લાંબો ટાઈમ રાહ જોવી પડતી નથી.
અને લટકેલો કેસ લટકેલો જ રહી જાય છે.
કોફી પીધા પછી એ ઉભો થયો.
માથે થી હેટ ઉતારી ટેબલ પર મૂકી.
સિગરેટ જલાવી. એક લાંબો કશ ખેચ્ચો.
ધુમાડો હવામાં ફંગોળ્યો.
અને ધૂમાડામાંએ પોતાની જાતને આંગાળતો રહ્યો.
ત્યાંજ ટેબલ પર પડેલો ટેલિફોન રણકી ઉઠ્યો.
ટ્રિન ટ્રીન.. ટ્રિન ટ્રિન.. ટ્રિન ટ્રિન…
જગદિશે ફોન રિસિવ કર્યો.
“હલ્લો ડિંડોલી પોલિસ ચોકી..!”
સર.. જમના પાર્ક સોસાયટીના સાંઈદર્શન એપાર્ટમેન્ટ માં ફસ્ટ ફ્લોરના એક ફ્લેટમાં મર્ડર થયુ છે..?
“કોનુ અને તમે કોણ બોલો છો…?”
“જગદિશનો અવાજ ઉંચો થયેલો પણ સામેથી ફોન મૂકાઈ ગયો.
જગદિશ બોલવા ગયો.
“સર..!
“મર્ડર થયુ..! એમજને..?”
“તમને કેમ ખબર પડી..?”
“તમારુ ડાચુ કહી આપે છે..!”
“ચાલો ક્યાં જવાનુ છે…? બહાર તરફ ખટપટિયા લગભગ દોડ્યો.
પાછળ જગદિશ દોરવાઈ પોલિસવાનમાં અસવાર થઈ ગયો.
“જમના પાર્ક સેસાયટી…લઈલો..!”
ત્યારે ખટપટિયાએ પોતાના સ્ટાફમાં આવતા બે પો. કોન્સ્ટેબલોને જમનાપાર્ક સોસા. તરક પહોંચવાની તાકીદ કરી.
** *** *** *** **** **
10 મિનિટ પછી જગદિશ અને પોપટસર સાંઈદર્શનના ફ્લેટમાં લાશ સામે ઉભા હતા.
બેડમાં જ એક યુવાનની લાશ હતી.
ફ્લેટની નેઈમ પ્લેટ પરથી જાણવા મળ્યુ કે એ કરણદાસ નો મૃતદેહ હતો.
જે ડાયમંડ ફીલ્ડમાં એક યુનિટનો માલિક હતો.
ડાયમંડ ઉદ્યોગનુ બઉ મોટુ નામ હતુ એ.
એનુ મર્ડર એના જ રૂમમાં થવુ મોટી વાત હતી.
છાતીના ભાગે ચાર પાંચ વાર થયા હતા.
ખૂન વધુ વહી જવાથી મોત થયુ હોય એવુ જણાઈ આવતુ હતુ.
ગોળમટોળ ચહેરો પી઼ડા રહીત જણાતો હતો. જાણે કે એને પોતાના મૃત્યુની પણ જાણ નહોતી.
અને સૌથી ખાસ વાત એ હતી કે સામેની દિવાર પર રક્તથી “કઠપૂતલી” લખાયેલુ હતુ.
મતલબ સાફ હતો.
જે કોઈ કમરામાં આવ્યુ મર્ડરના ઈરાદાથી જ આવેલુ હોવુ જોઈએ.
ખટપટિયાએ ફોરેન્સિક લેબને ફોન જોડ્યો
*** *** **** *****

આખાય કમરાને ખટપટિયા ધ્યાનથી નિરખી રહ્યો હતો. ક્યાંય કશુય અજુગતુ લાગતુ નહોતુ.
ઘણી બધી એવી વસ્તુઓ હતી જ મુલ્યવાન હતી જેને કોઈ અડક્યુ સુધ્ધાં નહોતુ. સેફ અને એની કી પણ કરણદાસ જોડેથી મળી આવી.
એક નામી કંમ્પનીનો મોંધો આઈફોન એની જોડેથી મળ્યો.
જગદિશની પારખુ નજર બધાજ નિશાન પર ચિવટતાથી ફરી રહી હતી.
ફોરેન્સિક લેબ વાળા ડેડ બોડીની અલગ-અલગ એન્ગલથી તસવિરો લઈ રહ્યા હતા.
એમના આવ્યા પહેલાં લાશ જોડે કોઈ ફરક્યુ નહોતુ.
પોપટ સરની ધાક જ એવી હતી.
બાજુમાં એકજ ફ્લેટ હતો.
એ ફ્લેટમાં રહેતા દંપતીની પણ પોપટ સરે ઉલટ તપાસ કરેલી.
ફ્લેટના ચાર કમરા કિચન બાથરુમ બધુજ ચેક કરી લીધુ.
જગદિશના ચહેરા પર હૈરાની હતી. કોઈ પણ કારણ વિના હત્યા જેવો ગુનો સંભવી શકે નહી.
અને દિવાર પર આ “કઠપૂતલી”નુ લખાણ ચીસો પાડી પાડીને કહે છે કે કોઈ એવુ રાજ છે જે આ ફ્લેટની દિવારોમાં ગુંગળાઈ રહ્યુ છે.
અને એ રાજ પરદો કરીને બેઠુ છે.
જે કદાચ બહાર આવવાતો માગતુ નથી પણ રીવેજનુ મન બ

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com