Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી ૪

જગદીશ સાથે ખટપટીયા પોલીસ ચોકી પર બેઠો હતો.
કરણદાસ ના બંગલેથી cctv કુટેજ મંગાવી લીધા હતા.
જે અત્યારે ધ્યાનથી એ જોઈ રહ્યો હતો.
લગભગ રાતે 2 વાગે કોઈ રેઈનકોટ પહેરી ને પ્રવેશ્યુ.
જગદીશ પણ એ cctv ના કુટેજ જોવામાં લીન હતો.
કોઈ વ્યક્તિને ફ્લેટમાં પ્રવેશેલી જોઈ જગદિશની આંખોમાં વિસ્મય ફેલાઈ ગયુ.
શરીરે કદાવર જણાતુ હતુ પણ ચહેરો નકાબમાં હતો. શરીર આખુ રેઈન કોટમાં ઢંકાયેલુ હતુ.
ડોરનુ લોક એને સિફતથી ખોલી નાખ્યુ હતુ.
મતલબ કે એની જોડે ધરની એક ડ્યુપ્લિકેટ કી હોવી જોઈએ.
સર.. મને તો આ કોઈ જાણભેદુ જ લાગે છે..
હમણા કંઈ પણ કહેવુ મુશ્કેલ છે..
બન્નેની નજરો પીસીના સ્ક્રીન પર હતી.
એ જે કોઈ હતુ સારી રીતે જાણતુ હતુ કે કરણદાસનુ ફેમિલિ બહાર છે અને અત્યારે કરણદાસ એકલો જ છે ધરે…
ધીમે ઘીમે એ ખૂની પડછાયો કરણદાસની બેડ તરફ વધે છે..
એને પોતાની છાતીના ભાગે છૂપાવેલુ અંજારી ઘારદાર ખંજર બહાર કાઢ્યુ અને
કરણદાસની છાતીમાં ઉપરા છાપરી ‘ધા’ ઝીંકી દિધા.
કરણદાસ કંઈ સમજે ત્યાં સુધી તો એના હ્રદય તરફથી લોહીની ધાર થઈ.
ભરનિંદરમાં હતો એટલે એ માત ખાઈ ગયો બાકી દસ જણાને ગાંઠે એમ નહોતો.
એણે કણસતી હાલતમાં ત્યાં જ રહેવા દઈ એ પડછાયાએ એના બ્લડ વડે દિવાર પર ‘કઠપૂતલી’ લખ્યુ.
એક વેધક નજર એણે કરણદાસ પર નાખી.
પોતાનો દુશ્મન દમ તોડી નાખશે એની ખાતરી થતાં જ પડછાયો ડોર ખોલી બહાર ભાગ્યો.
ખટપટિયાએ ખૂનીને ભાગી ગેટ તરફ જતા સીનને રીવેસ મારી રીપિટ જોયો..
દ્રશ્યો જૂમ કર્યાં.
અને ધારીધારી ને એ જોઈ રહ્યો.
કંઈ સમજ પડી..?
એણે જગદિશેને પૂછ્યુ .. જગદિશે કંધા ઉંચકી લાચારી દર્શાવી.
ઘ્યાનથી જુઓ.. ખૂનીને..!
એણે ફરી એજ સીન જૂમ કરી રિપિટ કર્યો.
જુઓ બરાબર… ખૂની એક લેડી છે..
એની છાતી ના ઉભારો જો..
રેઈનકોટમાં ઢંકાયેલા શરીરને તાડી ગયો.
પણ ખટપટિયાની નજર ને દાદ દેવી પડે.. જગદિશ મનોમન બબડેલો.
‘હા લેડી જ છે..!’
એને માનવુ પડ્યુ.
મતલબ કે કોઈ લેડી એ ખૂન કર્યુ છે.
કોઈ લેડીજને આની સાથે શુ દુશ્મની હોઈ શકે..?
એતો સમય જ બતાવશે..!
ખટપટિયાને જાણે કંઈક દેખાઈ રહ્યુ હતુ.
સર ખૂની હાથ મોઝાં અને શૂઝ પહેરીને આવેલો મતલબ કે સબૂત મિટાવી દેવાની સૂજ એને હતી.
ધંધાદારી ખૂની હોય તો જૂતાંની સાઈજ પણ બદલી નાખતા હોય છે..!”
હવે આ લેડી કોણ છે ને ક્યાંથી આવી..?
તાગ મેડવવો પડશે..
“હા સર મને પણ લાગે છે કંઈક હજુ અનિચ્છનિય બનશે..!”
જગદિશ અને ખટપટિયા મર્ડર કેસ અંગે ચર્ચા કરતા હતા કે પોલિસસ્ટેશનનો ફોન રણકી ઉઠ્યો.
હેલ્લો સર… પોપટ સર…
હા બોલો.. ખટપટિયા સ્પિકિંગ..!
કોઈ લેડી ગભરાયેલા રોતલ અવાજમાં બોલી રહી હતી.
અહીં રમણનગરમાં દારુના અડ્ડાપર ઠૂમ્મર સિંગનુ ખૂન થઈ ગયુ છે…
તમે જલદી આવો…!”
“તમે કોણ..?’
હુ એમની કામવાલી રાધા બોલુ છું..!
જલદી આવી જાઓ બધી વાત ફોન પર નહી થાય..!”
હા.. હા..! ખટપટિયાએ રિસિવર ક્રેડલ પર પટક્યુ.
જગદિશ.. અેક બીજુ મર્ડર…! તારી ધારણા સાચી પડી..
જલદી ચાલો..
કેસ ગૂંચવાતો જાય છે..
ખટપટિયા ભાગ્યો.. સાથે જગદિશ પણ..!
*** ***** ****** ******

ઠુમ્મરસિંગ ઉર્ફે ઠમઠોર સિંગ તગડો મોટા પેટવાળો શખ્શ હતો.
મોટી હવેલી જેવુ ધર હતુ એનુ. પાછળના ડોરથી આ બુટલેગર દારૂનો ધીકતો ધંધો કરતો. કેટલાક અફસરોની રહેમ નજર એના ધંધા પર હતી.
કેમ નહોય એ મોટી રકમ છાને છપને જગદિશ સાહેબને પહોચાડી દેતો.
અને નારંગની પણ ભૂખ ભાંગતો.
બધુ ખટપટીયાની જાણ બહાર જ હતુ.
ઠમઠોરસિંગ મોટે ભાગે મુખ્ય ગેટ પર સોફા પર પસરીને બેસતો અને આખો દિવસ મૂવીના આઈટમ સોંગ જોયા કરતો.
ટીવી સ્ક્રીન પર નૃત્ય કરતી અર્ધનગ્ધ નર્તકીઓ જોવાની ધેલછા એના પરિવારને દિઠી ગમતી નહોતી. છતાં એની સામે અવાજ ઉઠાવવાની કોઈની હિમ્મત નહોતી.
એની આ આદત જાણે નશો હતી.
એનાજ માણસો એની આ લતની મજાક ઉડાવતા.
મેઈન રૂમના ગેટ જોડે સોફે બેઠો હોય ત્યારે પરિવારનુ ભાગ્યે જ કોઈ મેમ્બર એની જોડે ફરકતુ.
એ બહાર બેઠો હોય ત્યારે લગભગ ઘરનુ પ્રવેશ દ્વાર બંધ રાખતો. કોઈ બહાર થી અચાનક આવી ચડે તો એલાર્મ સ્વિચ વડે બધાને સાબદા કરી શકે એવી સગવડ હતી.
મોર્નિંગે રૂટિન પ્રમાણે પાછલા ગેટે ધંધો ધમધોકાર ચાલી રહ્યો હતો.
અને મુખ્ય ગેટ પર સોફે પસરી એ બેઠો હતો ત્યારે એક અજાણી યુવતીએ પ્રવેશ કર્યો.
એનો ચહેરો ગ્રીન દૂપટ્ટા વડે કસકસાવીને બંઘાયેલો હતો.
એટલે ઓળખાય એમ નહોતો.
પીંક કલરનુ ટોપ અને ચૂસ્ત સ્કાય બ્લ્યૂ જિન્સ એના ભરાવદાર યૌવનને છતુ કરતુ હતુ.
“સર…! તમને મળવા આવી છું
સ્પેશ્યલી…!”
એક મોહક સ્મિત વેરી એ ઠમઠોરસિંગ સામે ઉપસ્થિત થઇ.
ટીવી સ્ક્રિન પરથી આઈટમ સોંગના દ્વી અર્થી શબ્દો પર થીરકતો માદક શબાબ કમનિય કામણગારો ઉજળો દેહ ઘરી જાણે કે સન્મુખ આવી ગયો હોય એમ આંખો ફાડી ફાડીને ઠમઠોર જોવા લાગ્યો હતો.
એણે આસ પાસ જોઈ લીઘુ કોઈ આવતુ તો નથી ને રંગમાં ભંગ પડાવવા….?
પણ આ તરફ કોઈ આવે એમ જ નહોતુ.
પોતાના ધરનો ભીતર લઈ જતો દરવાજો પણ આડો હતો.
“મેં તમને.. ઓળખ્યા નઈ..?”
મનમાં હતુ જ કે જગદિશ જેવા અફસરો પોતાના રંગીન મિજાજને પોષવા ક્યારેક ક્યારેક રેશમી નજરાણુ ઘરી દેતા એવી જ કોઈ દિલેરીનો આ નમુનો હશે..
અને એના મનની જ વાતનુ પ્રતિંબિંબ પાડતી હોય એમ એ રૂપસુંદરી ટહૂકી.
“જગદિશ સરે કહેલુ તમને મળુ…!”
ઠમઠોરના બેડોળ હોઠો પર ભીનાશ ઉતરી.
ખાતરી થઈ જતાં જ એના મનને ઘરપત થઈ.
“ફાવશેને મારી સાથે..?”
ઠમઠોર મુદ્દા પર આવી ગયો.
“યસ સર..!”
“કેટલા જોઈશે..?”
15000/- ઓનલી..!”
“ઓ કે..!” કહેતાં એણે ટીવી નીચે રહેલા ઉંચા ટેબલના લોકરમાંથી 15000/ ઉપાડ્યા ત્યારે સાવચેતીથી આસપાસ નજર નાખી પેલી અજાણી યુવતી એ ટોપ નીચે છૂપાવેલો અસ્ત્રો કાઠ્યો. અને જેવો ઠમઠોર સામેની બાજુ ફર્યો કે એણે ક્ષણનાય વિલંબ વિના એના ગળા પર વાર કરી દીઘો.
ઠમઠોર કંઈ સમજે એ પહેલાં એના ગળાની ઘોરી નસ કપાઈ ગઈ હતી.
રૂપિયાની સાથે જ એનુ ભારે શરીર ફર્શ પર પટકાઇ ગયુ. ટીવીનુ વોલ્યુમ વઘુ હોવાથી એના પડવાનો અવાજ કોઈએ ન સાંભળ્યો.
લોહીનો ફુવારો છૂટ્યો હતો..
હાથમાંની પીંછી રક્તમાં ફેરવી એણે દિવાર પર “કઠપૂતલી” લખ્યુ.
અને ઉતાવળે જે રીતે આવી હતી એમજ ઘડીકમાં એ ગાયબ થઈ ગઈ.
દસ વાગ્યા જેવી કામ વાળી આવી.
એણે પણ ઠમઠોર સાથે સુંવાળા સંબઘ એટલે ખાસ એને આ ગેટ પરથી આવવાની છુટ હતી.
ઠમઠોરની ઉંઘા મસ્તકે લોહીથી લથપથ થયેલી લાશ જોઈ રાઘાથી ચીસ પડાઈ ગઈ.
એની ચીસ સાંભળી ભીતરેથી ઠમઠોરની આઘેડ પત્ની અને એનો દિકરો દોડી આવ્યો.
ઠમઠોરની લાશ જોતાં જ મા દિકરો ત્યાં જ ફસડાઇ પડ્યાં.
પાંચેક મિનિટ પછી એના દિકરાને કળ વળી.
એણે ખત્રાનુ બટન દબાવી પોતાના માણસોને માલ સેફ જગ્યાએ પહોચતો કરી દેવાનો સંકેત કરી દીઘો.
પછી એણે રાઘાને પોલિસ સ્ટેશને ફોન જોડવા કહ્યુ.
રાઘાએ ફોન જોડી ખટપટિયાને મર્ડરની બાતમી આપી.
ત્યારે આ લોકોને શી ખબર કે તેઓ કેવી ખૂની પરંપરાનો એક ભાગ બની ગયાં છે..
(ક્રમશ:)
આપના અભિપ્રાયો આવકાર્ય…..

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com