Navalkatha - Read Stories, Poems And News

કઠપૂતળી 8

“કુછ રીશ્તો કો બનતે દેખા હૈ કુછ બિખરતે ભી..
બસ સબકા નજરિયા અલગ થા
કોઈ રૂહાની માનકર ચલા કોઈ જિસ્માની.. .!”
**** **** *******
ચહેરા પર દુપટ્ટાનો નકાબ બાંધી પોતાની સ્કૂટી સાથે વિરાન જગા પર એ ઉભી હતી.
પોતે શહેરથી ધણી દૂર હતી.
એકાંતની મજા માણતાં પ્રેમી યુગલો નજરે પડી ખોવાઈ જતાં હતાં.
અહીંથી ઝાડી ઝાંખરાં વાળો પ્રદેશ શરુ થતો હતો.
બીજી તરફ ડૂમ્મસના દરિયાનો નજારો એની અદભૂત સ્નિગ્ધતા ધરી સહેલાણીઓને આવકારતો એક ક્ષિતિજમાં ભળી ગયો હતો.
એક કાર આવી એની પડખે ઉભી રહી ગઈ.
એ યુવતીનુ હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
કારમાંથી એક મજબુત બાંધાનો લંબગોળ ચહેરો ધરાવતો વાંકડીયા વાળ વાળો યુવાન ઉતર્યો. એના ચહેરા પર બ્રાઉન ગોગલ્સ અધિક શોભતા હતા.
ચહેરો ગલગોટાની જેમ ખિલી ઉઠ્યો હતો.
બે દિવસથી આને મળી એ જાળ ગુંથી રહી હતી.
પુરૂષોત્તમને બે દિવસ પહેલાં એક હોટલના પાર્કિંગમાં એ જાણી જોઈને ટકરાઈ હતી.
“સોરી…!” પુરૂષોત્તમ એક અજનબી બ્યુટિફૂલ યુવતીના ટકરાવાથી છોભીલો પડી ગયો.
“સોરી ની જરૂર નથી..!”
એ આંખો નચાવતાં શરારત સાથે બોલી.
“કોઈ પુરૂષ ગમી જાય તો ટકરાવાનુ જનૂન જાગી જાય છે..!”
“ઓ..હ..!, પુરૂષોત્તમે એને નખશિખ નિરખી. એના અંગોના લોભામણા આરોહ અવરોહો જોઈ આંખોમાં લોલૂપતા ઉભરાઈ આવી.
“ખાલી ટકરાવાનુ ગમે કે ગમતા વ્યક્તિનો સહવાસ પણ..?”
“અફકોર્સ જો.. એને વાંધો ન હોય તો..!”
એક પછી એક રામબાણ તીર છોડી રહી હતી જે ધાર્યુ નિશાન પાર પાડતાં હતાં.
પુરૂષોત્તમે આજુબાજુ જોયુ. કોઈ જોતુ નહોતુ એની ખાતરી થતાં જ એણે એ યુવતીનો હાથ પોતાના હાથમાં લઈ ચૂમી લીધો.
એક ગજબની ચમક હતી લવલિનની આંખોમાં..
“ક્યાં મલશો હવે..?”
“ડૂમ્મસ બે દિવસ પછી..!”
ગણતરી કરીને જવાબ દેતી હોય એમ તે બોલેલી.
“ડુમ્મસ જ કેમ..?” પુરૂષોત્તમને અકળામણ થઈ..!”
સુંવાળા સંબધોની શરૂઆત પ્રકૃતિના સાનિધ્યમાં થાય તો એનાં સંસ્મરણો જિંદગી ભર સચવાઈ રહે છે..
“ગુડ.. અદભૂત … અ વિસ્મરણિય ખયાલ.. અને એનો આગાજ પણ રોંમાંચક જ છે..!”
“ડન..!” કહી એણે પોતાનુ કાર્ડ લવલિનના મખમલી હાથોમાં થમાવી દીધેલુ.
લવલિન ત્યાથી સડસડાટ નીકળી ગયેલી.
એ વિચારતી હતી પુરૂષને જાળમાં લપેટવો ઈઝી હોય છે કેમકે મોટાભાગના પુરૂષો પરસ્ત્રીના યૌવનને લૂટવા અધિર હોય છે. એવા પુરૂષોનુ ક્યારેક એક સ્ત્રીથી મન ભરાતુ નથી.
એ હમેશાં નવા ચહેરાઓની સંગત માણવા આતુર રહે છે ને એ દિશામાં યત્નશિલ રહે છે.
ધાર્યા પ્રમાણે પોતાનો શિકાર રેશમજાળમાં લપટાઈ આવી પહોંચ્યો હતો.
એેણે પુરૂષોત્તમને જોઈ વિજોગમાં ગાંડી પ્રેમીકાની જેમ દોટ મૂકી.
લવલિને પુરૂષોતમને બાથ ભરી લીધી.
પછી વર્ષોથી અતૃપ્ત હોય એમ પરસ્પરનો હાથ ઝાલી બન્ને કાંટાળા વિલાયતી બાવળોની જાડી વાળા એકાંત તરફ ભાગવા લાગ્યાં.. જ્યાં કોઈ ન હોય..
એ બન્ને સિવાય…
** *** *** ****
પોલિસ સ્ટેશન આવ્યા પછી ખટપટિયા ઠમઠોર જોડેથી મળેલી ડાયરીમાંના નામ અને નંબરો એવી રીતે જોવા લાગેલો જાણે કોઈ ખજાનાના નકશાની ગુંચ ન ઉકેલી રહ્યો હોય.
“સર.. આ પુરૂષોતમનો કોન્ટેક કરી એના પર મંડરાઈ રહેલા ખત્રાથી એને અવગત કરવો જોઈએ..!
ક્યાંક એવુ ન બને કે આપણી પહેલાં ખૂની ત્યાં પહોચી જાય..!
“હા, જગદિશ..! તુ પુરૂષોતમને ફોન લગાડી કહી દે કે અબધડી ખટપટિયા સરને આવીને મળે..!
ખટપટિયાએ સિગારેટ સળગાવી એક લાંબો કશ ખેચ્યો.
જગદિશ પોતે પણ વિચારવા લાગેલો ઠમઠોરની ડાયરી જોતાંજ સરને આખી લીંક મળી ગઈ હશે..! હવે પછી જેનાં મર્ડર થવાનાં એની જાણ થઈ ગઈ છે.. બસ આ લોકો પર નિગરાની રખાય એટલે ખૂની આપોઆપ પકડાઈ જવાનો.. સર પણ કંઈક આવા જ વિચારની ફીરાકમાં હશે..!
એમ એણે મનને મનાવ્યુ.
એકાએક ખટપટિયાના ફોનની રીંગ વાગી.
અજાણ્યો નંબર જોઈ ખટપટિયાએ તરત કોલ રીસિવ કર્યો.
“સર..!
સામેથી કોઈ પુરૂષનો શાંત સ્વર સંભળાયો.
“હું તમને મળવા માગુ છું તાજેતરમાં જે મર્ડર થયા અને જે થનાર છે એના સંદર્ભમાં વાત કરવી છે..!”
ખટપટિયા ટટ્ટાર થઈ ગયો.
“આપ કોણ..?”
ખટપટિયાને જાણે એનુ નામ જાણવાની અધિરતા જાગી.
“સમિર સહાની..!”
ઓહ..! ખટપટિયાને યાદ આવી ગયુ.
મીરાં મેડમનો પ્હેલો પ્રેમી..!
“ઓ કે જલદી આવી જાઓ.. મારે બીજા ધણાં કામ છે..!”
તરત જ નારંગ પ્રવેશ્યો.
“સર કોઈ સમિર મળવા માગે છે..!”
ખટપટિયાના ચહેરા પર ગજબનુ તેજ ચમકી ગયુ.
“મોકલ એને..!”
જી..! નારંગ ગયો. તરત એની સાથે
એક યુવાન પ્રવેશ્યો.. જગદિશ અને પોપટ સર માટે એ ચહેરો અજાણ્યો નહોતો.
“હેલ્લો સર..! આઈ એમ સમિર સહાની..!”
‘બેસો..!’ જગદિશે સિગારેટ એશટ્રે માં બુજાવી વિવેક કર્યો.
“બોલો..સમિર સર .. મર્ડરર વિશે તમારી પાસે કેવી ઈન્ફરમેશન છે..?
અને તમને એ કઈ રીતે મળી..?
સમિર ગૂંચવાયો.
પોતે એક પ્રાયવેટ જાસૂસ છે એ વાત કબૂલ કરવી રહી બાકી ખટપટિયા.. બાલમાંથી ખાલ ખેંચીં કાઢશે..!
“સર.. એક્ચુલી હું એક પ્રાયવેટ ડીટેક્ટિવ છું..! મિસિજ મીરાંદાસ મારો પ્હેલો પ્રેમ છે.
એને રિક્વેસ્ટ કરી એટલે મારે એના હસબન્ડનુ ઈન્વેસ્ટીગેશન કરવા આવવુ પડ્યુ.
એ સદંર્ભે ઠમઠોરસિંગના ફેમિલિને મળ્યો.
ત્યાંથી જાણવા મળ્યુ કે પુરૂષોત્તમ નામનો ઠમઠોરને કોઈ જૂનો ફ્રેન્ડ છે..
“હમ..!” ખટપટિયા સમિરની હોશિયારીનો કાયલ થતો જતો હતો.
કઠપૂતલીના લખાણમાં એક ગૂઢ મતલબ છૂપાયો હોઈ.. વારંવાર વિચારો કઠપૂતલીના પ્રથમ અક્ષરો પર અટકી જતા હતા.
ખાતરી કરવાજ મેં ઠમઠોરના ધરની મુલાકાત લીધી. જ્યાંથી પુરૂષોત્તમ વિશે માહીતી મળતાં જ મારી ઘારણા યકીનમાં ફેરવાઇ ગઈ..
“સર 101 ટકા હું સ્યોર છું કે હવે પછીનુ મર્ડર આ પુરૂષોત્તમનુ છે..!”
“સરસ મિસ્ટર સમિર..! અમે પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ.. આ વખતે ખૂનીને ઝડપી લેવો છે.
સમિર સહાનીની વાતથી બે ધડી સૂન્ન થઈ ગયેલા જગદિશે પુરૂષોત્તમને કોલ જોડ્યો.
“હેલ્લો..!”
સામેથી કોઈ છોકરાનો અવાજ સાંભળી જગદિશનુ મન થડકી ઉઠ્યુ.
“હેલ્લો.. સર..! ડુમ્મસ પર આ ભાઈનુ મોત થયેલુ છે તમો એના રિલેટિવ હોવતો બાવળોની ઝાડીઓમાં એમની લાશ પડી છે..!”
એટલુ કહી ફોન ડીસ્કનેક્ટ થઈ ગયો.
જગદિશનો ઉતરી ગયેલો ચહેરો જોઈ ખટપટિયા ઉભો થઈ ગયો.
“સર…!,
જગદિશ કંઈ બોલે એ પહેલાં ખટપટિયાએ કહ્યુ.
“લાશ ક્યાં છે..?”
“ડૂમ્મસ..! ઝાડીઓમાં..! “જગદિશનુ વાક્ય પુરૂ થાય એ પહેલાં ખટપટિયા બહાર નિકળી ગયો હતો.
એક પળના વિંલંબ વિના જગદિશ પણ.. ભાગ્યો.. નારંગ અવાક બની બેઉને ભાગતા જોઈ રહ્યો.

*** **************
ડુમ્મસની હદમાં આવતી પોલિસ ચોકીના ઈન્ચાર્જને જાણ કરી મર્ડરનો ગુનો નોંધાયો હતો. છતાં આ કેસ ઓલરેડી એક જ પરંપરાગત મર્ડરોને અનુસરતો હોઈ ખટપટિયાએ પોતાની રીતે ઈન્વેટિગેશન જારી રાખ્યુ હતુ.
પુરૂષોત્તમદાસની કારને ખટપટિયા અને જગદિશ ધારી ઘારીને જોઈ રહ્યા હતા.. ગાડીના આગળના મેઈન ગ્લાસ પર રક્તથી કઠપૂતલી લખાયુ હતુ.
ગાડીની પડખે જ પુરૂષોતમની લાશ પડી હતી.
જમીન પર થયેલો લિસોટો અને લોહીના ડાઘ જોઈ એવુ લાગતુ હતુ. જાણે લાશને ઝાડીમાંથી ખેચીને લવાઈ હતી.
એના ગળાની નસ કપાઇ ગઈ હતી..
આગળનો શર્ટનો ભાગ લોહીથી ખરડાઈ ગયો હતો. એની આંખો પહોળી થઇ ગઈ હતી.
ખટપટિયા ત્યાં લગી જોઈ આવ્યો જ્યાં એનુ મર્ડર થયુ હતુ.
એક ગુછ્છાદાર ઘમઘોટ વિલાયતી બાવળ ઓથે રક્તનો મોટો ઘબ્બો હતો.. જાણે ખાબોચિયુ ભરાઈને સૂકાઈ ગયુ હતુ.
પુરૂષોતમના ફેમિલીને બોલાવી લેવામાં આવ્યુ હતુ. એની વાઇફે લાશને ઓળખી લેતાં જ રોકકળ મચાવેલી.
એણે શાંત પાડીને એનાં બે યુવાન સંતાનો અને સાસુ સસરા સાથે ધરે મોકલી દેવાઈ.
ડેડબોડી લઈ જતી સિવિલની વાન બોલાવી લાશને પોસ્ટમોટમ માટે રવાના કરી દેવાઈ.
પુરૂષોત્તમ એક બિલ્ડર હતો.
એ 35 વર્ષનો લંબગોળ ચહેરો ધરાવતો પુરૂષ હતો. એની હડપચી પર સહેજ વાગેલાનુ નિશાન હતુ.
ખુબજ ધાતકી રીતે છેતરીને હત્યા થઈ હતી.
કેમકે એને પ્રતિકાર કરવાનો મોકો પણ મળ્યો નહોતો..
“સર મને લાગે છે .. પુરૂષોત્તમે ડ્રીંક લીધુ હોવુ જોઈએ.. બાકી સાવ આમ મૂંગા જાનવરની જેમ વધેરાઈ ન જાય ..!
“બની શકે છે.. પોષ્ટમોટમ ના રિપોર્ટ પછી ખબર પડે…!”
“તમને તો ખબર જ હતીને સર કે આનુ મર્ડર થવાનુ છે તો ખૂનીને રોક્યો કેમ નઈ..?”
જગદિશ પોલિસની કાર્યવાહીની નાકામી અને નાલેશીથી અકળાયો હતો.
ખટપટિયાએ જગદિશ સામે આંખો તરેરી. કારણકે પુરૂષોતમની કારને ઈસ્પે. વૈભવ બારીકાઈથી જોતો હતો. ક્યાંક એ આ બધુ ન સાંભળી જાય..
‘પછી હેડક્વાર્ટર પર વાત કરીશ..!’
ખટપટિયાએ જગદિશ સામે આંખ મિચકારી..
જગદિશ મૂંગો થઈ ગયેલો.
એ સમયે એક અન્ય કાર આવીને ત્યાં થોભી.
કારમાંથી ઉતરતા યુવાનને જોઈ ખટપટિયાનાં ભવાં સંકોચાયાં. જ્યારે જગદિશના પગ તળેથી ઘરતી સરી ગઈ જાણે..!
એ સમિર હતો.. એની પારદર્શક આંખો અને બેપરવાહ ચહેરો જાણે પોતાની કાચબા ગતીની હાંસી ઉડાવી રહ્યો હોય એમ ખટપટિયાને લાગ્યુ.
“હેલ્લો સર..!”
એણે ખટપટિયા સામે સ્મિત વેર્યુ.
“તમે અહીં..?”
ખટપટિયાએ જાણી જોઈ અજ્ઞાનતા ઓઢી લીધી.
“હા..! તમને કહ્યુ તો ખરૂ સર હું ડિટેક્ટિવ છું અને આ કેસ શરુથી ગૂંચવાતો જાય છે..
હું મીસિસ મીરાં વતી તમારી પણ હેલ્પ જ કરી રહ્યો છું..!”
“ઓહ.. આઈ સી..!”
ખટપટિયાને સમિરનુ આગમન રૂચ્યુ નહોતુ એ એણે કળાવા દીધુ નહી..
“કેવી રીતે જાણ્યુ..મર્ડર વિશે..?”
“શુ સર તમે પણ બાલિશ સવાલ કરવા લાગ્યા..!”
જે ઠમઠોર સુધી પહોચીં જાય એ આખી લીંકને પકડી શકે પણ સમજાતુ નથી ક્યાં કાચુ કપાયુ છે..
તમારી ઝડપ બાજ જેવી હોવી જોઈતી હતી. જે પોતાના શિકાર પર અગાઉથી જ ટાંપીને બેઠો હોય..!”
સમિરે જાણે કે ખટપટિયાની કાર્યપ્રણાલી પર ટોન મારેલો.
પણ ખટપટિયા જરાય વિચલિત નહોતો.
એક રહસ્યમય મૂસ્કાન એના યહેરા પર થીરકતી હતી.
“ચાલો હેડક્વાર્ટર પર ત્યાં નિરાંતે વાત થશે..! કદાચ તમે અમારી હેલ્પ કરી શકો એમ લાગે છે..!”
ત્યાર પછી ખટપટિયા ઈસ્પે વૈભવ સાથે થોડી ઈમ્પોર્ટન્ટ વાતચિત કરી નીકળી ગયો.
બુલેટ સૂરત સીટી તરફ ભાગી રહ્યુ હતુ.
ત્યારે જગદિશે ખટપટિયાને કહ્યુ.
“સર આ સમિર કંઈ આપણા કરતાં બે ડગલાં આગળ લાગે છે..!”
હા, ખટપટિયાએ કબુલ્યુ.
એ આપણને નખશિખ ઓળખી ગયો છે.
એ મીંરાં પ્રત્યેના આવેગને લીધે એને ગળે તો લગાવી લે છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા પારખી આપણને જણાવી પણ દે છે કે પોતે મીરાંનો પ્રેમી છે.. કંઈ સમજાય છે જગદિશ..?”
હા સર…! એ સમજી ગયો હતો કે સાહેબની ચાર આંખો એના પર મહેરબાન હશે.. ! જગદિશે એવી રીતે જવાબ આપ્યો કે ખટપટિયાને હસવુ આવી ગયુ.
“સર તમને નથી લાગતુ ખૂનીએ પુરૂષોત્તમને ફોન કરી ડૂમ્મસ બોલાવ્યો હોય અને એનો નંમ્બર..?”
“પ્લાનિંગથી જે મર્ડર કરતો હોય એ આવી ચૂક ન કરે.. એણે બીજા કોઈના નંબરથી પુરૂષોતમનો કોન્ટેક કર્યો છે..
મે જાણી લીધુ છે.. અને એ ગઈકાલે પણ પુરૂષોતમને મળેલી .. પણ કદાચ એ મારા કરતાં બે કદમ આગળ નીકળી ગઈ.
આપણે પુરૂષોતમને એની હત્યા થવાની છે એવી જાણ કરતા તો ખૂની વાર કરવા બહાર જ ન આવતો.. અને જાણ ન કરી તો પણ..?!” ખટપટિયા આગળનુ વાક્ય ગળી ગયો.
હું પુરૂષોત્તમ પર મીટ માંડી ઉભો રહ્યો.
અને એ પુરૂષોત્તમને કાલે મળેલી નઈ..
બટ એક નાનો છોકરો કંઈક ચબરખી જેવુ એને પકડાવતો ગયેલો.
એનુ રહસ્ય હવે જ સમજાયુ.
જરૂર એ મર્ડરરનો કોઈ છૂપો મેસેજ હશે..
હા, એમજ હતુ..
મારી જેમ ડિટેક્ટિવ મહાશય પણ એક ખૂણે ઉભા હતા.
મતલબ કે એ પણ પુરૂષોત્તમના કોલ પર નજર રાખી રહ્યા હતા.
બહુ ફાસ્ટ છે એ ડિટેકટિવનો બચ્ચો..!”
યસ સર..!
ખટપટિયા બૂલેટ ભગાવતો રહ્યો.
ધીમી વરસાદી ઝરમર શરૂ થઈ ગઈ હતી.
વરસાદમાં ભીંજાવાનુ એને ગમતુ નઈ..
છતાં અણધાર્યો વરસાદ છેતરી જતો.
જેથી એનુ મન એક અસિમ ઉદાસી તળે દટાઈ જતુ.
(ક્રમશ:)

Subscribe for our new stories / Poem

સાબિરખાન પઠાણ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com