Navalkatha - Read Stories, Poems And News

ત્રણ ના ટકોરે… ૧

… અને એની આંખો ખૂલી ગઈ. ઘડિયાળ મા બરાબર ત્રણના ડંકા વાગ્યા. છતાં ચોક્સાઇ ખાતર તેણે લાઇટ ચાલુ કરી, તો ખરેખર રાતના ત્રણ વાગ્યા હતા અને બધા શાંતિ થી સૂતા હતા. એક તેને જ નિરાંત નહોતી. રસ્તા પર કૂતરાં હતાં. કોઈ રડ્યું-ખડ્યું એકલ-દોકલ વાહન પસાર થવાનો અવાજ આવતો રહેતો. તે ઊઠી. પાણી પીને બે-ચાર આંટા માર્યા અને ફરી પથારી મા બેઠી. તેના પગ કળતા હતા. કોણ જાણે કેટલા વાગ્યાથી બેઠી હશે? આખરે, ફરીથી ભગવાન નુ નામ લઈ ને તે સૂતી. અને એક અવાજે તેને ફરીથી ઉઠાડી, કહો કે ઢંઢોળી મૂકી. ખરેખર શારદા બહેન બૂમ પાડતા હતા, “હેત્વી, ઉઠ. ટ્યુશન મા જવાનુ છે ને! ચાલો, છ વાગી ગયા.”….. અને આ સાંભળતા જ તે બેઠી થઈ ગઈ. નિત્યક્રમ થી પરવારી, તૈયાર થઈ ને ટ્યુશન માટે રવાના થઈ. ફરી એ ની એજ ઘરેડ શરૂ. સવારે ટયુશન, દસ વાગ્યે આવીને જમવું, અગિયાર થી એક કોલેજ જવું અને બે થી સાત જોબ પર. આખરે ફેશન ડિઝાઈનર હતી ને! પોતાની મરજીથી, પરિવાર ને મનાવીને તે જોબ કરતી હતી. તેના મમ્મી, શારદા બહેન આ જોબની વિરુદ્ધ હોવા છતાં, પપ્પા મેહુલ ભાઈની ‘હા’ થી જોબ શરૂ થઈ.

હા, હેત્વી એનું નામ. ટ્યુશન થી બરાબર દસ વાગ્યે આવી. શારદા બહેને રસોઈ તૈયાર રાખી હતી તે ફટાફટ જમી-ન જમી ત્યાં તો રમેશ આવી ગયો. રમેશ અને હેત્વી એક જ કોલેજ મા ભણતા હતા. બંને બાળપણના મિત્રો હતા અને પાડોશી ના નાતે સાથે જ મોટા થયા હતાં. વળી, સારા મિત્રો ના નાતે કોલેજમાં અને જોબ પર પણ બંને સાથે જ જતા. આખરે,હેત્વી ને જોબ મેળવવામાં પણ રમેશેજ મદદ કરી હતી ને. હેત્વી ને જોબ મળે એ માટે બોસને મનાવવા રમેશ જે રીતે દોડતો, એ યાદ આવતા હેત્વી ને આજે પણ હસવું આવી જતું.

આમ તો હેત્વી નો સ્વભાવ ખૂબ મજાકિયો અને હસમુખો હતો. પરંતુ, હમણાં થોડા સમય થી તેના સ્વભાવમાં ઓચિંતો પલટો આવતો જતો હતો. છેલ્લા થોડા વખત થી, સાંજે જોબ પરથી આવીને તે ઘડીક હા’શ કરીને શારદા બહેન સાથે હિંડોળે બેસતી, ત્યારે વાત ની શરૂઆત એક જ મુદ્દે થી થતી.

” મમ્મી, હું શું કરું ખબર નથી પડતી. ”

” શું થયું, બેટા? ”

“.મમ્મી, કાલે રાત્રે પણ બરાબર ત્રણ વાગ્યે ઊંઘ ઉડી ગઈ હતી. ”

” કેમ, કોઈ ખરાબ સપનું આવ્યું હતું? ”

“.ખબર નથી, મમ્મી. પણ મને લાગે છે કે હું ઊંઘમાં ને ઊંઘ મા થોડો સમય બેઠી હોઇશ. મારા પગ અને વાંસો સખત દુઃખતા હતા.”

“.બેટા, એટલે જ તો કહુ છું કે વધારાનું કામ ન કર. પૂરતો આરામ લે. વધારે થાકથી પણ આવું બને. ”

” પણ મમ્મી, હું જોબ છોડવા નથી ઇચ્છતી. અને આ ઊંઘનો પણ કંઇક ઇલાજ કરવો જ પડશે. ખબર નથી પડતી કે શું કરવું? ”

” ચાલ બેટા, વાતો કરતા કરતા રસોઇ કરી લઈએ. હમણાં તારા પપ્પા આવી જશે. ”

અને બંને રસોઈ મા લાગી ગયા. વાત ત્યાંજ અટકી ગઈ . અને ફરી સૂવાનો વખત થઈ ગયો.

ફરી સૂવાનો વખત થઈ ગયો. હેત્વી ભગવાન નુ નામ – સ્મરણ કરતા કરતા સૂતી. એ એટલી ગાઢ નિંદ્રામાં સરી પડી કે શું થયું કંઈ ખબર જ ન પડી. પણ અચાનક કરોડરજ્જુ મા અને પગમા દુઃખાવો થવાથી તેની આંખ ખૂલી ગઈ, અને જોયું તો પોતે પોતાના પલંગમા બેઠી હતી. અને એ કારણે જ દુઃખાવો થતો હતો. તેના પગમાં એટલી હદે ખાલી ચડી ગઈ હતી કે તે પોતાનો પગ હલાવી પણ નહોતી શક્તી! તે થોડી વાર એમજ બેઠી. પગમાં કંઈક રાહત થતાં તે ઉઠી અને બે-ચાર આંટા માર્યા. તેનું માથું ભારે લાગતું હતું. તેણે ઘડિયાળ મા જોયું તો એ જ રાતનો ત્રણ વાગ્યા આસપાસનો સમય. છેલ્લા કેટલાક મહિનાઓથી તે અચાનક આ રીતે જ રોજ રાત્રે ત્રણ વાગ્યા આસપાસ જાગી જતી. અને ફરી પાછી સૂઇ જવા છતાં તેની ઊંઘ પૂરી થતી નહિં.

રોજેરોજ ની એક ની એક ઘરેડમા પણ તે પોતાની જાત વિશે એ વિચારવાનો થોડો સમય કાઢી લેતી. વધુ એક મહિના બાદ તેણે રાત્રે ઊંઘની ગોળી લઈ ને સૂવાનો વિચાર કર્યો અને એ રાતે જ એ વિચાર અમલમાં મૂક્યો. જોબ પર થી પરત થતી વખતે તે ઊંઘ ની દવા લેતી આવી હતી. રાત્રે બે ગોળી લઈને તે સૂતી. અચાનક તેને લાગ્યું કે કોઇએ જોર થી તેના માથા મા ફટકો માર્યો અને તે જાગી ગઈ. તેના માથામાં સખત દુઃખાવો થતો હતો. ઘડિયાળ મા ત્રણ ના ડંકા પડતાં હતાં અને રાતની નીરવ શાંતિ મા બધા સૂતા હતા. શું થયું તે તેને પોતાને ખબર ન પડી. આખરે તંગ આવીને તેણે સવારે જ મેહુલભાઇને પણ બધી વાત કરી. મેહુલભાઇ ધંધાના ટેન્શન ને કારણે કે અન્ય કોઈ કારણસર તેની વાત ધ્યાન થી સાંભળી ને એ પ્રોબ્લેમ નો નિકાલ લાવવા મા નિષ્ફળ ગયા. ઊંઘ ની ગોળી નો પ્રયોગ પણ સતત અઠવાડિયા સુધી નિષ્ફળ રહ્યો. વળી, આડઅસર સ્વરૂપે તે દિવસે પણ સુસ્ત રહેવા લાગી. તેનુ ધ્યાન કોઈ કામ મા લાગતું નહિ અને તે ખોવાયેલી ખોવાયેલી રહેતી. જાણે આ દુનિયામાં જીવતી જ નહોતી!

હેત્વી વધુ ને વધુ મૂંઝાતી જતી હતી. તેની આ પરિસ્થિતિ રમેશથી પણ અજાણ ન હતી. પરંતુ રમેશ આ બાબતે હેત્વી ને કશું પૂછી શક્તો નહિ અને હેત્વી ખુલ્લા દિલથી આ બાબતે રમેશ ને જણાવી શક્તી નહિ. પરંતુ, એક દિવસ લાગ જોઇને રમેશે હેત્વી ને બધી ગરબડનુ કારણ પૂછ્યું.

” હેત્વી, શું પ્રોબ્લેમ છે તને? તદ્દન ખોવાયેલી ખોવાયેલી રહે છે. કઈ દુનિયા મા જીવે છે તું? લાગે છે કે તું પહેલાની હસતી રમતી હેત્વી છે જ નહીં. કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલ. મારાથી પોસિબલ હશે તો સોલ્યુશન લાવવામાં મદદરૂપ ચોક્કસ બનીશ. ”

” કંઈ નથી રમેશ. એ તો તને એવું લાગે છે. હું તો આ જ દુનિયામાં જીવું છું. બાય ધ વે, આજકાલ તું બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પડ્યો છે ને કંઈ. તારી ઇન્ટરનલ એક્ઝામ ની તૈયારી થઈ ગઈ છે કે શું? ભણવાનું તો હમણાં નામ જ નથી લેતોને! ”

——આટલું કહી હેત્વી ખડખડાટ હસી પડી અને પ્રો. જે. કે. એમ. નો લેક્ચર ભરવા ચાલી ગઈ. કેન્ટીન મા બેઠેલો રમેશ આથી વધુ મુંઝાયો. તેને હેત્વી નુ વર્તન કંઇક ગૂઢ અને ગંભીર લાગ્યું. મનોમન કંઈક નિશ્ચય કરી ને તે પણ લેક્ચર ભરવા ચાલ્યો ગયો. એ જ દિવસે કોલેજ મા માઉન્ટ આબુ ના પ્રવાસ ની જાહેરાત થઈ.

પ્રવાસ ની જાહેરાત સાંભળતાંજ રમેશ ખુશ થઈ ગયો. તેણે ઓફિસ મા તેની અને હેત્વી ની – બંને ની રજા મૂકી દીધી અને બંનેના પ્રવાસ ની ફી પણ ભરી આવ્યો. જ્યારે તેણે હેત્વી ને આ સરપ્રાઇઝ આપ્યું, ત્યારે હેત્વી પહેલા તો લાલ ગુલાબની જેમ ખીલી ગઈ, પણ તરતજ તેના ચહેરા પર ફીકાશ પથરાઇ ગઇ. તેણે પિકનીકમા જવાની ના પાડી દીધી. રમેશ કંઇક શંકિત થયો અને તેણે સાંજે હેત્વી ના ઘરે ધામા નાખ્યા. શારદાબેન અને મેહુલભાઈએ તો રમેશ ની વિનવણી બાદ હેત્વી ને પ્રવાસે જવાની મંજુરી આપી દીધી, અને છતાં પણ પ્રવાસ મા જવા માટે હેત્વી નો ઈનકાર સાંભળતાંજ રમેશ ની શંકા વિશ્વાસ મા પલટાઈ ગઈ. તે પરાણે, ઈમોશનલી બ્લેકમેલ કરીને પણ હેત્વી ને પ્રવાસે લઇ ગયો. માઉન્ટ આબુમાં બે નાઇટ નો સ્ટે હતો. આથી જ, હેત્વી પ્રવાસે ગઈ તો ખરી પણ તેના દિલમાં એક ખટકો હતો. વિના કોઈ સંજોગો નો એક અદ્રશ્ય ખટકો…

મનમાં એક અદ્રશ્ય ખટકા સાથે હેત્વી પ્રવાસમાં જોડાઇ. ખેર, માઉન્ટ આબુ જતા બસની મુસાફરી માં તો હેત્વી એ તેની ઊંઘ જ પૂરી કરી. અહીં પણ રાતના ત્રણ આસપાસ તેની ઊંઘ અચૂક ઉડી જતી. પરંતુ તે બસની મુસાફરી ને કારણે હશે એમ માનીને રમેશે તે સિરિયસલી લીધું નહીં. તેને થયું કે ઘર – પરિવાર થી દૂર, નોકરી ના ટેન્શન થી દૂર, આ આબુ માં, માતાજી ની છત્રછાયા હેઠળ હેત્વી જરૂર કંઇક બોલશે. અને એ આશાએ જ તે દિવસભર હેત્વી સાથે વાતો કરતો રહ્યો. મુસાફરી માં એક ઘટના બની. રાતની મુસાફરી સમયે બધાંજ સૂઈ ગયા હતા. ખાલી ડ્રાઇવર જાગતો હતો. અને…..

….. અને અચાનક હેત્વી ચીસ પાડી ઉઠી. બરાબર રાતના ત્રણ ને પાંચ થઈ હતી અને હેત્વી ની એક ચીસે બધાંને ઉગારી લીધા. સતત ડ્રાઈવીંગ ના થાકને કારણે ડ્રાઇવર અડધો ઊંઘમાં હતો. સામેથી બે બસ સમાંતરે ચાલી આવતી હતી. એક ને ઓવરટેક કરવો હતો, પરંતુ બીજી ને ઓવરટેક કરવા દેવો નહોતો. જાણે કે બંને વચ્ચે રેસ ન લાગી હોય! આ જ મથામણ માં સામસામે બસની અથડામણ થાત અને હેત્વી સહિત બસના અન્ય પ્રવાસીઓ કાયમને માટે ઊંઘી જાત. પણ કિસ્મત ની બલિહારી! જે બાબત હેત્વી માટે શ્રાપ સમાન હતી, તે જ બાબત અન્ય બધા માટે આશીર્વાદરૂપ બની રહી. બધાંજ પ્રવાસીઓએ, એટલે સુધી કે ડ્રાઇવરે પણ હેત્વી ને વધાવી લીધી. બધા ખુશ હતા, પરંતુ રમેશ ના દિલમાં કંઈક ખૂંચતુ હતું. તેને ખબર ન પડી કે શું આૅક્વર્ડ છે? તેને તેના પિતા ની એક સલાહ યાદ આવી, ” બેટા, હંમેશા તારા દિલ નો પહેલો અવાજ સાંભળજે અને બનતા સુધી તેને અનુસરજે. ”

——-જ્યારે અત્યારે તો તેનું દિલ વારંવાર, બરાડા પાડી પાડી ને એકજ વાત કહેતુ હતું કે હેત્વી ને કંઈક મુશ્કેલી છે અને પોતે તેને મદદ કરવી જોઈએ. પણ તેની સામે એક મોટો પ્રશ્નવિરામ હતો, જેને તેણે છેદવાનો હતો. હેત્વી ની સમસ્યા બાબત ” શું? “નો જવાબ તેને ક્યાંયથી મળતો નહોતો. ન તો તેને હેત્વી તરફથી કંઈ અણસાર મળતો હતો કે ન તો એ કોઈ અનુમાન કરવા સક્ષમ હતો. તે હેત્વી ને સારી રીતે, નિકટથી ઓળખતો હતો. અને એ જ કારણે હેત્વી ના સ્વભાવમાં અચાનક આવેલો પલટો તેની પોતાની સમજથી બહાર હતો.

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

8 comments

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com