Navalkatha - Read Stories, Poems And News

પરમ આનંદની ચરમસીમા

આજે તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. કેટલો દમામદાર ઓચ્છવ… ખાસ તેની જ માટે! લાખોની સંખ્યામાં ઊમટેલી જનમેદની… ખાસ તેનીજ માટે! કેટલીય યાદો તેને ઘેરી વળી હતી. કેટલાય અવાજ કાનમાં ગુંજતા હતા.

“એકદમ ગોલ્ડન ગર્લ છે મારી ઢીંગલી… ” માસીનો અવાજ.
“જન્મના વાળ ઊતરાવતા પણ મારો જીવ નથી ચાલતો… ” મમ્મી ઉવાચ્.
“આનો એક એક વાળ લાખ રૂપિયાનો છે… ” કાકા કહેતા.
એને પણ ઘણી ઇચ્છા થતી ફેશન પ્રમાણે વાળ કપાવવાની… પણ જીવ ક્યા ચાલે!
અને આજે…. તેના ખોળામાં સોનાની થાળી હતી અને એમાં હતા મૂળમાંથી ખેંચી કાઢેલા તેના અત્યંત પ્રિય એવા સોનેરી વાળ!
હા, આજે તેની દિક્ષા હતી અને ગુરૂણી ના હાથે થઈ રહ્યો હતો પ્રથમ લોચ. છતાં ચહેરા પર પીડા ની એક પણ રેખા નહોતી. હતી તો બસ જૈન સાધ્વી બનવાના પરમ આનંદની ચરમસીમા.

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

2 comments

Leave a Reply to Anonymous Cancel reply


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com