Navalkatha - Read Stories, Poems And News

પ્રેમ પિયાલી

સવારે ૧૦:૧૫ વાગ્યે સલીમ રૂમ પર હતો. કંપની જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ ઈરફાનનો ફોન આવ્યો.
“લ્યા ક્યાં છો? રૂમ પર?”
“હા. તારે કેમ થયું? ઈન્ટરવ્યુ હતું ને? કેવું રહ્યું?”
“અરે, પાસ. ઈન્ટરવ્યુ ક્લિઅર. ૩.૩ Lac તો મિનીમમ. આટલું પેકેજ તો મળશે જ. અને, બીજી વાત એ છે કે પહેલા રાઉન્ડમાં ગાંધીનગર બ્રાંચની પોસ્ટ માટે ઈન્ટરવ્યુ લીધેલું. પરંતુ, હવે અમદાવાદ બ્રાંચમાં જ સેટિંગ થઇ ગયું.”
“ઓહો…! શું વાત છે? જલસો બાપુ. જલસો. આજે તો રાત્રે થઇ જાય પાર્ટી.”
“અલ્યા, ઈરફાન! સાંજે હું પાછો આવું ત્યાં સુધીમાં મારે જોઈએ. આર.એસ આ વખતે લાવતો નહિ. છેલ્લે લાવ્યા ત્યારે સ્પિરિટની સ્મેલ આવતી હતી. અને હા, હજુ રાત્રે તને મારવાનો છે ભેગા થઈને..! તૈયાર રહેજે.” સલીમ બોલ્યો.
ફોન કરીને બધા દોસ્તોને બોલાવ્યા. રાત્રે ફ્લેટ પર જમાવડો થઇ ગયો. બ્લન્ડર્સ પ્રાઈડની ૭૫૦ મિલીની ૨ બોટલ હાજર હતી. બેસ્વાદપણું દૂર કરવા અમૂલ ચિઝ અને આંગળી વડે આલ્કોહોલને ચડતી રોકવા જલજીરા પહોંચી ગઈ. થમ્સઅપ અને કિનલી જેવા કોલ્ડડ્રિન્ક્સની બોટલ પરથી સરકતા વોટર ડ્રોપ્સની જેમ લાળના ઘૂંટડા સ્વરપેટીને ડગ-ડગ વગાડતા હતા. વેફર, કુરકુરે, મગની દાળ, રતલામી સેવને બાઈટિંગની બેટિંગ કરવા માટે બધા દોસ્તો તૈયાર હતા.
અંતે, બોટલ ખુલી. બ્લંડર્સ પ્રાઈડના ખૂલવાની સાથે જ દરેકે જોરમાં અવાજ કર્યો. પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે માર્લબોરો ક્લાસિકે સ્થાન લીધું. બીજા હાથમાં માચીસની તીલ્લી ઘસાઈ. એ સ્પાર્ક જરા આળસ મરડીને ઉભો થયો. સિગરેટ સળગી. કશ-એ-જામનું મિશ્રણ થયું. સિગારેટ બંને હોઠની વચ્ચે નશાની રાત્રિનો ‘ફોરપ્લે’ કરાવતી હતી. રૂમી અને ખુશરોની નઝમો વચ્ચે સિગારેટના કશ લાગતા હતા.
એ સફેદ હવાના સંયોજનમાં ભૂતકાળ ઉડી રહ્યો હતો. કેટલીક યાદના તરંગો રકસ-એ-બિસ્મિલ્લાહના સુફી મ્યુઝિક સાથે ઝૂમતા હતા. સિગરેટના કશમાં ખેંચાઈને તૂટી પડેલ અધૂરી રહી ગયેલી સંવેદનાઓ એશ-ટ્રેમાં રાખ બનીને ઉડતી હતી. સમયના ટૂંકા સ્પાનમાં માઈન્ડની કોન્શિયસનેસની પરીક્ષાઓ થવા લાગી.
ત્યાં બીજો દોસ્ત બોલ્યો, “બનાવ. નીટ મારવું છે.”
“આપ આપ. બનાવ એકદમ કડક. કોલ્ડ-ડ્રીંક નહિ…! નહિ…”
“હા, નીટ મારવું છે.”આંખ ખુલ્લી નહોતી રહેતી. હૃદય અંદરથી કંઇક બળબળતું નીકળવા જઈ રહ્યું હતું.
અને, ખુદાને યાદ કરીને કુરાનની આયત બોલ્યો.
દરેક સલીમની તરફ જોઈ રહ્યા હતા. તે રૂમીની શાયરી બોલ્યો.

Subscribe for our new stories / Poem

હાર્દિક વી પટેલ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com