Navalkatha - Read Stories, Poems And News
મને મારી માં યાદ આવતી

મને મારી માં યાદ આવતી

જોતો એ હૂંફાળા હાથ ની મમતા જ્યારે તુ જમવા નું પીરસતી,મને મારી માં યાદ આવતી.

 

જોતો હું એ નિઃસ્વાર્થભાવે તારી સંભાળ લેવાની કાળજી, મને મારી માં યાદ આવતી.

 

તું કહેતી તારા એ અમૃત સમાન વાણીથી મને “મારો દીકરો”, મને મારી માં યાદ આવતી.

 

સાંભળતો એ તારી વાલસોઈ વાતો જે તું કહેતી બધાને પણ દિલમાં લેતો હું, મને મારી માં યાદ આવતી.

 

મળતો જ્યારે તને  હું તું આપતી એ પ્રેમાળ હાથે આશીર્વાદ, મને મારી માં યાદ આવતી.

 

જોતો એ દયાળુ હાથ ને જે તુ ફેરવતી મુંગા પશુ પર, મને મારી માં યાદ આવતી.

 

મને મારી માં યાદ આવતી,મને મારી માં યાદ આવતી.

 

By : Girimalsinh Chavda

Subscribe for our new stories / Poem

Girimal Chavda

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com