Navalkatha - Read Stories, Poems And News

મૂંગી ચીસ

   મૂંગી ચીસ

 

ધક્… ધક્… હૃદય જાણે ચામડી ચીરીને બહાર આવી જશે એવું લાગે છે. વાતાવરણમાં આવેલો આ અજાણ્યો અજંપો… કશું સમજાતું નથી. હજુ ગયા અઠવાડિયે તો આ પરિવાર નો હિસ્સો બનીને આવી હતી, પોતાના અંશ સાથે. બસ રમવું અને જમવું, આખાય ફળિયામાં કૂદાકૂદ કરવી, બચ્ચા ને વ્હાલ કરવું, માલિકના છોકરાઓ સાથે ધીંગામસ્તી કરવી…. હવે તો જિંદગી જીવવા જેવી લાગતી હતી.

 

પણ, આજે અચાનક શું થયું? આ બોઝિલ વાતાવરણ… એના બચ્ચાની ચીસો હવામાં ગૂંજી ઊઠી. તેની આંખે અંધારા આવી ગયા. લાલ પીળા રંગોની ભુતાવળ નાચવા માંડી નજર સામે. સહસા માલિક દેખાયા. તે દોડતી માલિક પાસે ગઈ. પણ આ શું? માલિક ના હાથમાં લોહી નીતરતો છરો… એક ઝાટકા સાથે તેની ગરદન પર વીંઝાયો અને તેની ચીસ તેના કપાઈ ગયેલા ગળામાં જ ગુંગળાઈ ગઈ.

 

હા, આજે બકરી ઈદ હતી…

 

અમિષા શાહ ‘અમી’.

 

Subscribe for our new stories / Poem

અમિષા શાહ

5 comments


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com