Navalkatha - Read Stories, Poems And News

લંગોટિયા ૨

જીગરના પરાક્રમે દીપકને વિશ્વાસ આપી દીધો હતો કે જીગર તેને કોઈપણ પરિસ્થિતિમાં તેને એકલો નહી છોડે. દિપક પણ ચાહતો હતો કે જીગર તેની હંમેશા મદદ કરે પણ જીગરે શિક્ષક સાથે કર્યું એવી રીતે તો નહીં જ પણ શું થાય જીગર દીપકની વાત માનતો હોત તો શું જોઈતું હતું.
બીજા દિવસે બકુલભાઈ માંથા પર પાટો બાંધી આવ્યા. બધા શિક્ષકો તમને પૂછવા લાગ્યા. આચાર્યે પૂછ્યું, “કેમ બકુલભાઈ આ માથામાં પાટા કેમ બાંધ્યા છે. શુ કઈ વાગ્યું છે?” બકુલભાઈ બોલ્યા, “હા સાહેબ કાલ 9માં ધોરણના વિદ્યારથીએ મને દડો માર્યો હતો.” આચાર્યે પૂછ્યું, “કોણ હતું એ? શું નામ છે એનું?”
બકુલભાઈ બોલ્યા, “સાહેબ એ 9માં ધોરણમાં છે અને એનું નામ જીગર છે.”
આચાર્યે કહ્યું, “તેને રિસેસમાં મારી ઓફિસમાં બોલાવો. આ જમાનાના બાળકો શિક્ષકોથી ડરતા જ નથી. તમે એને મોકલવાનું ભૂલતા નહિ.” બકુલભાઈ બોલ્યા, “ઑકે સર. હું જરૂર એને મોકલીશ.”
શિક્ષક ઓફિસમાં હતા એટલે જીગરના ક્લાસમાં મોનીટર બધાનું ધ્યાન રાખી રહ્યો હતો. જીગર તેના મિત્રો સાથે ધીંગા મસ્તી કરી રહ્યો હતો. એવા જીગરે તેના મિત્રને કહ્યું, “અય તું કાલથી છોકરીઓના પાર્ટમાં બેસજે. શું દીપકનો બી. એફ. છો? લ્યા ટૉપા!” ત્યાં જીગરની બાજુમાં બેસેલો મિત્ર હસવા લાગ્યો. ત્યાં જીગરે તેને એક ટપલી મારીને કહ્યું, “શેના દાંત કાઢે છે લ્યા ટોપા? બી.એફ એટલે બેસ્ટ ફ્રેન્ડ થાય. સાલા બુદ્ધી વગરના અભણ.”
એવા મોનીટર બોલ્યો, “એય બધા શાંતિ રાખો નહિતર હું બકુલ સરને બોલાવું છું. એ આવશે તો તમને સજા કરશે. માટે શાંતિ જાળવો. તે હવે આવવાની તૈયારીમાં જ છે” ત્યાં જીગર બોલ્યો, “એય મોનીટર સાહેબ, એ બધું તો ઠીક પણ પહેલા તમારી ચેન તો બંધ કરો. આખા ક્લાસની નજર ત્યાં છે.” જીગરની વાત સાંભળી મોનીટર પોતાના પેન્ટ પર નજર મારી તપાસ કરવા લાગ્યો કે ચેન ખુલી નથી ને. ત્યાં જીગર બોલ્યો, “લ્યા ટોપા, ડફોળ તારા પેન્ટની નઇ તારા દફ્તરની ચેનની વાત કરું છુ.”
ત્યાં બકુલસર આવી ગયા અને જીગરને અને દીપકને કહેવા લાગ્યા, “તમારે બંનેને રિસેસમાં ઓફિસમાં આવવાનું છે. માટે તમે પહેલા ઓફિસમાં હાજરી આપજો.” બધા આ વાત સાંભળી ચર્ચા કરવા લાગ્યા, “યાર હવે આ બે તો ગયા. આચાર્ય સાહેબ કેટલા કડક છે. મને તો ચિંતા એ વાતની છે કે આ બંનેને એલ. સિ ન પકડાવે તો સારું.” દિપક આ સાંભળી બોલ્યો, “જીગા મને ખબર છે આપણને કાલની ઘટનાને લીધે જ બોલાવી રહ્યા છે. માટે સાહેબ પૂછે કે તે શું લેવા આમ કર્યું તો મારું નામ દેજે નહિતર તને કાઢી મુકશે.”
જીગર બોલ્યો, “દિપુ ચિંતા ન કર એ બધું ફોડી લઈશું. જે થવું હશે એ થશે. વાંક આપડો થોડો છે. ભૂલ તો સાહેબની પણ છે એને તને મારવો ન હતો.” બકુલભાઈએ ભણાવવાનું શરૂ કર્યું. તે બોલ્યા, “આજે કોણ ગણિતનું પાઠ્યપુસ્તક નથી લાવ્યું. ચાલો બેન્ચ પર ઉભા થઇ જાવ.” એ સાંભળી જીગર એક જ ઉભો થયો. એ જોઈ બકુલભાઈ બોલ્યા, “જા ભાઈ બાર જા અને અંગુઠા પકડ. તારું તો રોજનું થયું. મને તો એ ખબર નથી પડતી કે તું ભણવા શુ લેવા આવશ?”
જીગર તો બહાર ચાલ્યો ગયો અને અંગુઠા પકડવા લાગ્યો. બકુલભાઈ ફરી ક્લાસમાં આવી ભણાવવા લાગ્યા. જેવા બકુલભાઈ અંદર ગયા કે જીગર મેદાનમાં ચાલ્યો ગયો. મેદાનમાં રમવા લાગ્યો એવામાં તેણે શિલ્પા મેડમને જોયા. જીગરને ખબર હતી કે બકુલસર શિલ્પા મેડમને પસંદ કરે છે. તેણે વિચાર્યુ કે જો સર અને મેડમને એક કરું તો કદાચ પ્રિન્સિપાલથી દિપકને બચાવી શકું. તેથી તે શિલ્પા મેડમ પાસે ગયો અને કહેવા લાગ્યો, “ગુડ મોર્નિંગ મેમ. તમારો પિરિયડ નથી આજે નવમામાં?”
શિલ્પા મેડમ બોલ્યા, “ના. કેમ શુ કઈ કામ હતું? અને આમ તું બહાર શુ કરે છે?” જીગર બોલ્યો, “ મેમ હું તો બકુલસરનો મેસેજ કહેવા આવ્યો છું. હું તો ક્યારનો તમને શોધતો હતો.” મેડમ બોલ્યા, “કેવો મેસેજ?” જીગર બોલ્યો, “બકુલસર કહેતા હતા કે જો તમે ફ્રી હોવ તો બકુલસરને આ પિરિયડ પછી તમારું કામ છે. જો તમે ફ્રી થાવ તો સ્ટાફ રૂમમાં તમને બોલાવ્યા છે અને એ પણ આ પિરિયડ પછી.” શિલ્પા મેડમ બોલ્યા, “વાંધો નય હું મળી લઈશ. હવે તું ક્લાસમાં જા.” એમ કહી શિલ્પા મેડમ અંદર ચાલ્યા ગયા.
પિરિયડ પૂરો થયો અને જીગર ફરી પાછો ક્લાસમાં આવી ગયો. બકુલભાઈ સ્ટાફ રૂમમાં ગયા તો શિલ્પા મેડમ ત્યાં તેમની રાહ જોઇને બેઠા હતા. બકુલભાઈના સ્ટાફમાં પ્રવેશતા જ શિલ્પા મેડમ બોલ્યા, “બોલો સર શુ કામ પડ્યું મારુ?” બકુલભાઈ તો વિચારમાં પડી ગયા કે શિલ્પા મેડમ આમ કેમ પૂછે છે? તે બોલ્યા, “ના મેડમ મારે તમારું કાઈ કામ નથી. હું તો પિરિયડ લઈ સ્ટાફમાં મારો ફોન ચાર્જ કરવા આવ્યો હતો. મારે હવે છઠામાં પિરિયડ છે.” શિલ્પા મેડમ બોલ્યા, “તમે જીગર સાથે મારુ કામ છે એવું કહેવા ન હતો મોકલ્યો?” બકુલભાઈ પૂછવા લાગ્યા, “એક મિનિટ તમને આ કોને કહ્યું કે મારે તમારું કામ છે?” શિલ્પા મેડમ બોલ્યા, “જીગરે.” શુ તમે નહતું કીધું?” બકુલભાઈને બધું સમજાય ગયું કે આખી ઘટના શુ છે? તે મનમાં બોલ્યા, “આ છોકરો મને નહિ જીવવા દે.”
પછી તે મેડમને કહેવા લાગ્યા, “સોરી મેડમ મારે ખાલી એટલું પૂછવું તું કે અત્યારે તમે 9માં ધોરણમાં પિરિયડ લેવા જાવ છો કે બીજા શિક્ષકને મોકલું? કેમ આજ ગુજરાતીના સર નથી આવ્યા. એટલે એમને આવ્યા હતા પણ અરજન્ટ કઈક કામ આવ્યું એટલે પાછા ચાલ્યા ગયા છે. જો તમે ફ્રી હોવ તો 9માં ધોરણમાં પિરિયડ લઈ લો. નકર એ લોકો અવાજ કરશે.” શિલ્પા મેડમ બોલ્યા, “વાંધો નય. તમે ચિંતા ન કરો હું 9માં ધોરણમાં જાવ છું.” બકુલભાઈ કહે, “થેંક્યું મેડમ એક તમે છો જે મને કદી પણ નેગેટિવ રીપ્લાય નથી આપતા. બાકી બીજા શિક્ષકોને કહ્યું નથી થતું. હવે વિજ્ઞાનના શિક્ષકને માત્ર પૂછ્યું તો એમાં તેમણે સ્પષ્ટ ના પાડી દીધી.”
શિલ્પા મેડમ બોલ્યા, “શુ તમે પણ સર. મારી પણ ફરજ બને છે કે હું મારા શિક્ષક મિત્રોને મદદ કરું. જાવ હવે તમે નહિતર છઠાવાળા અહીં બોલાવવા આવશે.” ત્યાં તો બકુલભાઈ ઓગળીને પાણી પાણી થઈ ગયા અને કહેવા લાગ્યા, “વાહ મેડમ શુ તમારા વિચારો છે. આવા વિચારો બધાને અપનાવવાની જરૂર છે. સારું તો હું જાવ છું. તમને પણ મારી મદદની ક્યારેક જરૂર પડે તો કહેજો.” એમ કહી બકુલભાઈ ત્યાંથી ચાલ્યા ગયા.”
બકુલભાઈ છઠા ધોરણમાં જાય એ પહેલાં તે જીગરના ક્લાસમાં એટલે કે નવમા ધોરણમાં ગયા અને જીગર પાસે જઈ બોલ્યા, “સાલા જીગલા તે શું ધારી છે? વાંધો નય અત્યારે મારે પિરિયડ છે પણ તું મને રિસેસમાં ભેગો થા.” એમ કહી તે ત્યાંથી નીકળી ગયા. બધા વિદ્યાર્થીઓ જીગર સામે જોઈ રહ્યા કે સાહેબ આને શુ કહીને ગયા! બબલી બોલ્યો, “જીગા આજ તો તારું બેડલક ચાલે છે. એવું તો તે શું કર્યું કે સર આટલા ગરમ થઇ ગયા?” જીગર કહે, “એ તને પછી શાંતિથી કહીશ. અત્યારે માત્ર શો જો.”

Subscribe for our new stories / Poem

હાર્દિક વી પટેલ

Add comment


Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com