Navalkatha - Read Stories, Poems And News

Send your Contents

navalkatha.com પર નિયમિતરૂપે શિષ્ટ, જીવનપ્રેરક અને સત્વશીલ સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. ખાસ કરીને આ સાહિત્ય પુસ્તકો, સામાયિકો તેમજ અન્ય વિવિધ પ્રકાશન માધ્યમો દ્વારા ઉપલબ્ધ થતું હોય છે. પરંતુ લેખોની પસંદગી માટે માત્ર આટલા જ સ્ત્રોત મર્યાદિત નથી. નવોદિત સર્જક પણ પોતાની કૃતિ પ્રકાશન અર્થે મોકલી શકે છે. આપણા આદરણીય સાહિત્યકારો, નવોદિત સર્જકો કે અન્ય કોઈ પણ વ્યક્તિ – જેઓ navalkatha.com ને પોતાનો લેખ/કાવ્ય વગેરે મોકલવા ઈચ્છતા હોય, તેઓ ઈ-મેલ દ્વારા પોતાની કૃતિ સરળતાથી મોકલી શકે છે. લેખકોને કૃપયા પોતાની રચના મોકલતા પહેલા નીચેના મુદા ધ્યાનપૂર્વક જોઈ લેવા વિનંતી છે. ઈ-મેલમાં જરૂરી વિગત સાથે, જે તે ફાઈલ જોડીને લેખ મોકલી શકાય છે.

navalkatha.com પર જીવનપ્રેરક, સત્વશીલ અને શિષ્ટ સાહિત્ય તેમજ ચિંતન-વિચારપ્રેરક લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ માટેનાં લખાણો ટૂંકા કે મધ્યમ કદનાં હોય તે જરૂરી છે. અત્યંત વિસ્તૃત લખાણો, કે અભ્યાસલેખોને સ્થાન આપવું શક્ય નથી બનતું. આ લેખો/કૃતિઓ સંપૂર્ણપણે મૌલિક હોય તે જરૂરી છે. આ માટેની જવાબદારી જે તે સર્જકની રહેશે. અહીં અન્ય સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો પણ સ્વીકારવામાં આવે છે, પરંતુ તે માટે જે તે સર્જકે પોતે જ પોતાની કૃતિ મોકલવી જરૂરી છે.

લેખ મોકલવા માટે Docx (Microsoft Word File) રૂપે મોકલી શકાય છે. પરંતુ જો લખાણ Unicode (એટલે કે Shruti Font) સિવાયના અન્ય કોઈ ફોન્ટમાં હોય તો લેખની સાથે ફોન્ટ ફાઈલ પણ મોકલવી જરૂરી છે. આમ કરવા માટે લેખ અને ફોન્ટ એ બંને ફાઈલને Zip કરીને એક ફાઈલ મોકલી શકાય છે.

ખાસ કરીને ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ કે હાસ્ય-લેખો ફકત એકની જ સંખ્યામાં મોકલાવી શકાય છે. પરંતુ કાવ્ય કે ગઝલ એક કરતાં વધુ હોય તો પણ સ્વીકાર્ય છે. એક કરતાં વધુ કાવ્યો કે ગઝલ માટે જુદી જુદી ફાઈલ એટેચ ન કરતાં એક જ ફાઈલમાં મોકલવું વધારે યોગ્ય રહેશે.

લેખ માટે ફોટોગ્રાફ્સ મોકલવા માટે લેખ અને ફોટોગ્રાફ્સ Zip કરીને મેલમાં અટેચ કરવી વધુ હિતાવહ છે.

ઈ-મેલમાં સર્જકનું નામ,રચનાનું નામ  ઈ-મેઈલ સરનામું અને કૃતિનો પ્રકાર લખવો આવશ્યક છે. સંપર્ક માટેનો ફોન નંબર હોય તો વધુ અનુકૂળ રહેશે. તદુપરાંત, લેખ સંબંધી અન્ય કોઈ વિગત જેમ કે એવોર્ડ્સ, લેખ જે સામાયિકમાં અગાઉ પ્રકાશિત થયો હોય તેની વિગત કે અન્ય પૂરક માહિતી પણ લખી શકાય છે.

જો પ્રાપ્ત થયેલ કૃતિ navalkatha.com ના સ્વરૂપને યોગ્ય હોય તો આશરે દસેક દિવસમાં સ્વીકૃતિ અંગે સર્જકને ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે. સ્વીકારાયેલી કૃતિના પ્રકાશન માટે નિશ્ચિત તારીખ જણાવવાનું શક્ય નથી હોતું પરંતુ લેખના પ્રકાશન અગાઉ સર્જકને ઈ-મેઈલ દ્વારા ફરીથી જાણ કરવામાં આવે છે. સામાન્યતઃ અસ્વીકૃત લેખો અંગે કોઈ જ પ્રકારનો પત્રવ્યવહાર કરવામાં આવતો નથી.

અપ્રકાશિત નવા લેખો મોકલનાર સર્જકે જવાબ માટે 10  દિવસ રાહ જોવી હિતાવહ છે ?

પર જે તે સર્જકનો લેખ પ્રકાશિત થયા બાદ આશરે એક 7દિવસ નો ગાળો રાખવામાં આવે છે, જેથી અન્ય સર્જકોના લખાણોને પણ સ્થાન મળી શકે. આથી, એકવાર લેખ પ્રકાશિત થયા બાદ તુરંત બીજો લેખ મોકલવો હિતાવહ નથી. આશરે 6દિવસ બાદ બીજો લેખ મોકલી શકાય છે.

navalkatha.com પર પ્રકાશિત થયેલો લેખ, જે તે સર્જક પોતે અન્ય સામાયિકને પણ મોકલી શકે છે.

લેખ મોકલવા અંગે અન્ય કોઈ પ્રશ્ન હોય તો આ માટે ‘Contact us’ સુવિધાનો ઉપયોગ કરીને ઈ-મેઈલ કરી શકાય છે

લેખ મોકલવા માટેનું અમારું ઈ-મેલ સરનામું છે.
navalkatha@navalkatha.com

Send Story

If you have a beautiful story then send us
story on this mail navalkatha@navalkatha.com